<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જામનગરઃ રોડ પર પાર્ક કરેલ ટ્રક પાછળ ક્રેટા કાર અથડાતા મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: પંચ એ પોલીસ સ્‍ટેશનમાં શ્‍યામભાઈ વિશાલભાઈ ગોહેલ, ઉ.વ.ર૦, રે. કનકનગર સંત કબીર રોડ, રાજકોટ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૮-૯-ર૦ર૬ ના ફરીયાદી શ્‍યામભાઈના પિતા વિશાલભાઈ દિનેશભાઈ ગોહેલ પોતાની ક્રેટા કાર જેના રજી.નં. જી.જે.૧ર-ઈઈ-૧૯૦૭ વાળી લઈને જામનગરથી રાજકોટ પોતાના ઘરે જતા હોય તે દરમ્‍યાન જામનગર-રાજકોટ હાઈવે રોડ ફલ્લા ગામથી આગળ મહાકાલ ફાર્મની સામે હાઈવે રોડ ઉપર પહોંચતા આરોપી ટ્રક જેના રજી.નં. જી.જે.૦૪-એ ડબલ્‍યુ-૯ર૪૭ ના ચાલક ઈનાયત કરીમભાઈ ઓંઘીયા, રે.જામનગરવાળો પોતાના કબ્‍જાનો ટ્રક રાહદારીની જીદગી જોખમાય તે રીત રોડ ઉપર પાર્ક કરેલ હોય તે દરમ્‍યાન ફરીયાદી શ્‍યામભાઈના પિતા વિશાલભાઈની ક્રેટા કાર ટ્રકની પાછળ અથડાતા જતા વિશાલભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્‍યાન તેમનું મોત નિપજતા ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાઈ છે.

લાલપુરમાં વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

જામનગર : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અરજણભાઈ હરદાસભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૧-ર૦ર૬ ના લાલપુર ૬૬ કે.વી. પાસે અશોકભાઈ વાલાભાઈ ચોપડા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા  રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૮૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કાલાવડમાં સોશ્‍યલ મિડિયામાં વિડિયો વાયરલ ન કરવા માટે પૈસા માંગતા પોલીસ ફરીયાદ નોંધાવાઈ

જામનગર : કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં રમેશભાઈ મોહનભાઈ બોઘાભાઈ દોંગા, ઉ.વ.૪૪, રે. ભગવતીપરા, મીઠીવીડી, કાલાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૧૦-ર૦ર૬ ના આરોપી વાલસી ગઢવી રે. કાલાવડ ગામ મો.નં.૯૩૧૩૧૧૩ર૩પ વાળા એ ફરીયાદી રમેશભાઈ ના પત્‍ની સાહેદ હીનાબેનના નામે કાલાવડ તાલુકાના જાલણસર ગામે રે.સ.નં.ર૮પ(જુના રે.સ.નં.૮પ/પૈકી૮/પૈકી ર) ક્ષેત્રફળ કુલ ૧-૬૩-૩૦ વાળી જમીનનો વીડીયો ઉતારી ફરીયાદી રમેશભાઈ ઉપર શ્રી સરકાર પડેલી જમીન ઉપર દબાણના ખોટા આક્ષેપો નાખી આ વિડીયો તેમના ઈન્‍ટાગ્રામ આઈડી આઈ લવ કાલાવડ-૧ ઉપર નહી મુકવા માટે રૂ.પ૦,૦૦૦/- ની માંગણી કરી ફરીયાદી રમેશભાઈએ રૂપિયા નહી આપતા આરોપી વાલસી ગઢવી એ પોતાના ઈન્‍ટાગ્રામ આઈડી આઈ લવ કાલાવડ-૧ મા ફરીયાદી રમેશભાઈ વિરૂઘ્‍ધ ખોટા આક્ષેપો વીડીયો મુકી ફરીયાદી રમેશભાઈની પ્રતિષ્ઠાને ઈજા પહોચાડી તથા ફરીયાદી રમેશભાઈ પાસે બળજબરીથી રૂપિયા કઢાવી લેવાની કોશીશ કરી ગુનો કરેલ છે.

દારૂના જથ્‍થા સાથે બે ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભગીરથસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૧-ર૦ર૬ ના દિગ્‍વીજય પ્‍લોટ-૬૦, વિનાયક એપાર્ટમેન્‍ટ ભસીભ વિગ મકાન નં.સી/૧૦૧ વાળા એ આરોપી મનોજભાઈ જગજીવનભાઈ શીંગાળા એ તેના કબ્‍જા ભોગવટાના મકાનમાં અંગત લાભ સારૂ આરોપી રવીરાજ કેશુમલભાઈ રામનાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની કાચની શીલબંધ વિદેશી દારૂની બોટલ નંગ-ર૦, કિંમત રૂ.ર૬,૦૦૦/- નો મુદામાલ તેના કબ્‍જામાં વેચાણ અર્થે રાખી ઝડપાઈ ગયેલ છે.

જુની અદાવતનો ખાર રાખી માર માર્યાની રાવ

જામનગર : જોડીયા પોલીસ સ્‍ટેશનમાં રાજેશભાઈ જશાભાઈ ડાંગર, ઉ.વ.૪૭, રે. ટીંબડીગામ, તા.જોડીયા વાળા એ ફરીયાદ નોંધાવીછે કે,તા.૩-૧૧-ર૦ર૬ ના રસનાળ-ટીંબડી ગામ વચ્‍ચે ટીબડી ગામના તળાવના કોઝવે પાસે, ખારાવાળા પાસે ફરીયાદી રાજેશભાઈ એ આજથી પંદરેક દિવસ પહેલા તેમના ગામના આરોપી પ્રવિણભાઈ દેવીપુજક ને ફરીયાદી રાજેશભાઈ ના ખેતર તરફ ભેસો ચરાવવા આવવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ફરીયાદી રાજેશભાઈ રસનાળ ગામથી ટીમડી ગામ વચ્‍ચે આવેલ ફોજવે પાસે ઉભો હતો ત્‍યારે આરોપીઓ બચુભાઈ દેવીપુજક તથા પ્રવિણભાઈ દેવીપુજક મોટરસાયકલ લઈને આવેલ અને ફરીયાદી રાજેશભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્‍યા અને ફરીયાદી રાજેશભાઈ એ આમ કરવાની ના પાડતા આરોપી બચુભાઈ દેવીપુજક અને પ્રવિણભાઈ દેવીપુજક એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી રાજેશભાઈ સાથે ઝપાઝપી કરવા લાગેલ અને આરોપી બચુભાઈએ ફરીયાદી રાજેશભાઈને પકડી રાખેલ છે અને આરોપી પ્રવિણભાઈ એ તેમના મોટરસાયકલ માંથી લોખંડનો પાઈપ કાઢી ફરીયાદી રાજેશભાઈ ને જમણા ઢીચણના ભાગે ત્રણ ચાર તથા વાસના ભાગે પાઈપનો એક ઘા મારતા ઢીચણના ભાગે ગંભીર ફેકચર જેવી ઈજા તથા વાસમા મુંઢ ઈજા પહોંચાડી તથા આરોપી બચુભાઈ દેવીપુજક એ ફરીયાદી રાજેશભાઈને શરીરે ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી ફરીયાદી રાજેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 પરણિતાએ કેરોસીન છાંટી જાતજલાવતા મોત

જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ ગામે વાણંદ શેરી, જૈન દેરાસર સામે રહેતા કિશોરભાઈ મનસુખભાઈ રાઠોડ, ઉ.વ.પ૩ વાળા એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪-૧૧-ર૦ર૬ ના મરણજનાર ચેતનાબેન કિશોરભાઈ રાઠોડ, ઉ.વ.૪પ વાળા કોઈપણ કારણોસર પોતાની જાતે કેરોસીન છાંટી શરીરે બળી જતા મરણ ગયેલ છે.

શ્‍વાસ લેવામાં તકલીફ થતા મહિલાનું મોત

જામનગર : પોરબંદર જિલ્લાના ભારવાડા વાડી વિસ્‍તારમાં રહેતા પોપટભાઈ હરભમભાઈ ઓડેદરા, ઉ.વ.પ૮ વાળા એ પંચ ભબીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪-૧૧-ર૦ર૬ ના મરણજનાર ભાવીશાબેન સંજયભાઈ હોથીભાઈ કારાવદરા, ઉ.વ.ર૬, રે. ચાંપાબેરાજા વાડી વિસ્‍તાર, તા.જિ.જામનગરવાળા સાસરે હોય ત્‍યારે આજરોજ સવારના છ વાગ્‍યે અચાનક પેટમાં દુઃખાવો થતા શ્‍વાસ લેવામા તકલીફ પડતા સારવારમા જામનગર ઓશવાળ હોસ્‍પિટલમાં દાખલ થતા સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

મહિલાએ ટ્રેન હેઠળ પડતું મુકતા મોત

જામનગર : જામનગર જિલ્લાના તમાચણ ગામની રેલ્‍વે ફાટક પાસે ઝુપડામાં રહેતા મહેશપ્રસાદ મંગલસિંહ પરસ્‍તે, ઉ.વ.૪૪ વાળા એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩-૧૧-ર૬ ના મરણજનાર અનીતા ભાનસિંહ, ઉ.વ.ર૧ વાળા તેના પતિથી અલગ રહેતા હોય અને તેમના બે સંતાન તેમના પતિ ભાનસિંહ સાથે રહેતા હોય અને પોતે એકલા રહી તમાચણ ગામ ખાતે રેલ્‍વે ટ્રેક ઉપર મજુરી કામ કરી રહેતા હોય જેનું મનમા લાગી આવતા ઓખા-સકુરબસ્‍તી એકસપ્રેસ ટ્રેન નં.૦૯પર૩ વાળી પસાર થતી હોય તે દરમ્‍યાન પોતે પોતાની જાતે ટ્રેનના પાટા ઉપર બેસી જઈ અને ટ્રેન પસાર થતા ટ્રેનમા હડફેટે આવી જઈ આત્‍મહત્‍યા કરી લેતા મોત નિપજેલ છે.

(1:21 PM IST)