<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

જામનગર જીલ્લા પોલીસ દ્રારા સુરક્ષા સેતુ સોસાયટી અંતગર્ત થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કુલ ૩૭૭ બોટલ રક્ત એકત્ર કરાવતી પંચકોશી ‘એ’ ડીવીઝન પોલીસ જામનગર

જામનગર :પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જનિર્લિપ્ત રાય (IPS) નાઓના માર્ગદર્શન અન્વયે અને જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની(IPS) તથા ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા જામ.ગ્રામ્ય વિભાગ જામનગરનાઓની સુચનાથી જામનગર પંચકોશી ‘એ’ ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એન.શેખ નાઓ દ્રારા જામનગર ખીજડીયા બાયપાસ રોયલ રીસોર્ટ ખાતે જામનગર જી.જી.હોસ્પિટલના સહયોગથી આજરોજ તારીખ ૦૯/૦૭/૨૦૨૬ ના રોજ બ્લેડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવેલ જેમા મોટી સંખ્યામા રક્તદાતાઓ હાજર રહેલ અને જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની સાહેબ(IPS) તથા ના.પો.અધિ  પિયુષ વાંદા તેમજ ના.પો.અધિ જે.એચ.ઝાલા. તેમજ પો.ઇન્સ. જી.બી. ચૌઘરી એલ.સી.બી જામનગર તથા પો.ઇન્સ. એસ.વી.ચૌઘરી ટ્રોફિક શાખા જામનગર નાઓની ઉપસ્થિતીમા કુલ ૩૭૭ બોટલ રક્ત એકત્ર કરવામા આવેલ.

(10:43 PM IST)