તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
જામનગર ફૂડ શાખા એક્શનમાં :ગ્રેન માર્કેટ અને ગોકુલનગરમાં તપાસ :324 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો અને ગોડાઉન સીલ
કલર, ફ્લેવર સહિતનો જથ્થો નાશ કરાયો :ગોકુલનગરમાં મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકીંગ : જુદા જુદા 8 નમૂના લઈને લેબમાં મોકલાયા

જામનગર :કમિશ્નર કેડિયા આદેશ મુજબ જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા ગ્રેન માર્કેટ માં આવેલા કાશ ટ્રેડર ગોડાઉન (મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશ) ગ્રેન માર્કેટ, ખાંડ બઝારની પાછળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોડાઉન માં ૩૨૪ કિલો ભેળસેળ યુક્ત ઘી મળી આવેલું જેનો નમુનો લઇ અને જથ્થો તેમના ગોડાઉન માં ચીઝ કરવામાં આવ્યો. તેમજ તપાસ દરમિયાન ગોડાઉન માં proto vanspati oil ૧૬ ડબા ખાલી અને ૪ ડબા ભરેલા મળી આવેલા, suman gold refined palm oil 2 ડબા ખાલી ૩.૫ ડબા ભરેલા મળી આવેલા તેમજ કલર અને ફ્લેવર ૫ લીટર મળી આવ્યા હતા. આમ કુલ ૧,૧૩,૪૦૦ રૂપિયા નું ઘી નો જથ્થો તેમના ગોડાઉન ચીઝ કરવામાં આવ્યું અને ૨૫,૨૯૦ રૂપિયા નો vanspati oil, gold refined palm oil અને કલર ફ્લેવર નો જથ્થો નાશ કરવામાં આવ્યો.
બીજી ટીમ દ્વારા ગોકુલ નગર એરિયામાં મીઠાઈ અને ફરસાણ ની દુકાન ની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉપયોગ કરતા ઓઈલ નું TPC ચેક કરવામાં આવ્યું . તેમજ પેઢી માંથી મીઠાઈ અને ફરસાણ ના જુદા જુદા ૮ નમુના લઇ લેબ. ખાતે ચકાસણી માટે મોકલવામાં આવેલ છે.
પેઢી નું નામ
१ કાશ ટ્રેડર ગોડાઉન (મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશ!ગ્રેન માર્કેટ, ખાંડ બઝારની પાસળ
ભેળસેળ યુક્ત ધી મળી આવેલું જેનો નમુનો લેવામાં આવ્યો.
२ હરિઓમ નમકીન એન્ડ સ્વીટગોકુલનગરTPC ચેક કરવામાં આવતા યોગ્ય જણાયું તેમજ ગાઠીયા અને ગુલાબ બરફી નું સેમ્પલ લેવામાં આવ્યું.
3 ધનલક્ષ્મી ફરસાણ ગોકુલનગર 2 kg પસ્તી નો નાશ કરવામાં આવ્યો તેમજ તીખા ગાઠીયા નો નમુનો લેવામાં આવ્યો.
४ વિશ્વા ફરસાણ ગોકુલનગર, TPC ચેક કરવામાં આવતા યોગ્ય જણાયું અને થાબડી પેડા નો નમુનો લેવામાં આવ્યો.
५ એતેશ્વર સ્વીટ અને નમકીન ગોકુલનગર 10 Mg ાસી મીઠાઈ નો નાશ કરવામાં આવ્યો અને TPC 08 કરવામાં આવતા યોગ્ય જણાયું. અને સફેદ ટોપરાપાક, મિક્ષ ચવાણું નો નમુનો લેવામાં આવ્યો.
ખોડીયાર સ્વીટ એન્ડ ગોકુલનગર TPC ચેક કરવામાં આવતા યોગ્ય જણાયું,
રાજારામ સ્ટફૂડ ગોકુલનગર TPC ચેક કરવામાં આવતા યોગ્ય
८ શ્રી રામ સ્વીટ એન્ડ ગોકુલનગર
TPC ઘેક કરવામાં આવતા યોગ્ય જણાયું તેમજ મેસુબ અને કરાળી ચેવડા ના નમુનો લેવામાં આવ્યો હતો.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
