<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

જામનગર ગોકુલનગર જકાતનાકા પર મોડી રાત્રે જૂથ અથડામણઃ રસ્‍તા પર લાકડી-હાથાપાઈથી રાહદારીઓ ગભરાયા : જુઓ વિડીયો

પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં આવારા તત્‍વોનો તોફાન, સ્‍થાનિકોએ રાત્રી પેટ્રોલિંગ વધારવાની માંગ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮:  શહેરના ગોકુલનગર જકાતનાકા સર્કલ પર ૧૭ જૂનની   રાત્રે    લગભગ ૧૧-૪૦ વાગ્‍યે જાહેરમાં બે જૂથો વચ્‍ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી. આ કોઈ યુદ્ધના દૃશ્‍યો નહોતા, પરંતુ જાહેર રસ્‍તા પર જ ટોળાએ કાયદો હાથમાં લીધો હતો. આ ઘટનાને પગલે સ્‍થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

સ્‍થાનિકોના જણાવ્‍યા મુજબ બે જૂથો વચ્‍ચે કોઈક કારણસર બોલાચાલી થઈ અને તેનું સ્‍વરૂપ ધીમે ધીમે મારામારીમાં ફેરવાઈ ગયું. હાથમાં લાકડી અને છૂટા હાથની મારામારી સાથે બંને જૂથો સામસામે આવી ગયા હતા. જાહેર રોડ પર થતી આ બઘડાટીથી રસ્‍તા પરથી પસાર થતા વાહનચાલકો અને પદયાત્રીઓએ જીવ બચાવવા ભાગદોડ મચાવી હતી.

આ વિસ્‍તારમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ રહે છે, તેમ છતાં આવારા તત્‍વોના ટોળાને પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર ન હોવાનું સ્‍થાનિકો કહી રહ્યા છે. ગોકુલનગર જકાતનાકા અને આસપાસના વિસ્‍તારમાં બાઇકર્સ ગેંગનો આતંક પણ અવારનવાર જોવા મળે છે. મોડી રાત્રે રસ્‍તા પર દોડધામ અને અવાજથી આસપાસના રહીશો પરેશાન થઈ રહ્યા છે.ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો અને બંને જૂથોને વિખેરીને સ્‍થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે હાલમાં આ મામલે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ હાજર લોકોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

આ ઘટના બાદ સ્‍થાનિક લોકોએ પોલીસ તંત્ર પાસે ગોકુલનગર જકાતનાકા સહિતના સંવેદનશીલ વિસ્‍તારોમાં રાત્રિ દરમિયાન વધારે પેટ્રોલિંગ અને સખત ચેકિંગની માંગ કરી છે. જેથી ભવિષ્‍યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને સામાન્‍ય નાગરિકો નિヘતિંપણે અવરજવર કરી શકે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર) 

(11:46 AM IST)