<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જામનગર-ખંભાળિયા હાઈવે પર એસ.ટી.બસ ડિવાઇડર પર ચડી ગઈ

બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત : સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલ મોટી ખાવડી (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે) ફાટક પાસે આજે એક એસ.ટી. બસ ડિવાઇડર પર ચડી જતાં અફરાતફરી મચી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી, પરંતુ બસમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા હતા.

આ માર્ગ પર વારંવાર અકસ્માતો થતા હોવાથી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી છે.

(9:42 AM IST)