<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જામનગરનો શખ્‍સ કારમાં એક લાખનો દારૂ લઇ જતા ઝડપાયો

સપ્‍લાયર થાનગઢનો અને ખરીદનાર લાલપુર પંથકના શખ્‍સને ઝડપી લેવા તપાસ શરૂ

જામનગર તા.૪: ઝાંખર ગામના પાટીયા તરફથી એક મારૂતિ સુઝુકી સ્‍વિફ્‌ટ નં.જીજે-૩૭-બી-૭૪૭૦ મા એક ઇસમ ઇંગ્‍લીશ દારૂ ભરી ઝાંખર ગામ બાજુ આવે છે. જે હકીકત આધારે પો.સ્‍ટે. વિસ્‍તારના ઝાંખર ગામ પાસે પુલનુ કામ ચાલુ હોય, ત્‍યાં વોચમા રહી, ઉપરોક્‍ત સ્‍વિફ્‌ટ ગાડી આવતા તેને રોકી ચારેય બાજુથી કોર્ડન કરી, પકડી પાડી, વાહન ચાલકના કબ્‍જામાંથી સ્‍વિફ્‌ટ ગાડી કબ્‍જે કરી, ઝડતી કરતા, દારૂની નાની મોટી બોટલો કુલ નંગ ૨૧૬ કિ.રૂ.૧,૦૫,૮૧૬/- મળી આવેલ.

પકડાયેલ આરોપી મહેન્‍દ્રસિંહ ગુમાનસિંહ વાઢેર દરબાર ઉ.વ.૨૧ ધંધોઃ-મજુરી રહેઃ રોઝી પેટ્રોલ પંપની બાજુમા કૃષ્‍ણનગર શેરી નં.૦૫ જામનગર છે અને કેતનભાઇ વિરજીભાઇ પરમાર રહેઃ થાનગઢ (ઇંગ્‍લીશ દારૂ મોકલનાર),  ઇશ્વરસિંહ સદુભા વાઢેર રહેઃ-સિંગચ ગામ તા.લાલપુર (ઇંગ્‍લીશ દારૂ ખરીદનાર) ફરાર થઇ ગયા છે.

આ કાર્યવાહી જામનગર મેઘપર (પડાણા) પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.એલ.બારસીયા તથા ઇ/ચા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.એમ.ગઢવી તથા એ.એસ.આઇ, મહિપાલસિંહ એલ. જાડેજા તથા એ.એસ.આઇ. જયરાજસિંહ ડી. ઝાલા તથા પો. હેડ કોન્‍સ. લાખનસિંહ જી. જાડેજા તથા પો. હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ આર. ઝાલા તથા પો.કોન્‍સ. વિક્રમસિંહ બી. જાડેજા તથા પો. કોન્‍સ. પ્રદિપસિંહ ડી. જેઠવા દ્વારા કરવામા આવેલ.

(12:52 PM IST)