<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

જામનગર માર્કેટિંગ યાર્ડમાં 425 વાહનો સાથે 29 હજાર ગુણીની મગફળીની આવક:સિઝનની સૌથી વધુ આવક

જામનગર ઉપરાંત મોરબી, કેશોદ, દેવભૂમિ દ્વારકા અને અમરેલી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં 425 વાહનો સાથે 29 હજાર ગુણીની મગફળીની આવક થઇ ચઝએ .હાલ સુધીની આ સિઝનની સૌથી વધુ મગફળીની આવક નોંધાઈ છે .જામનગર ઉપરાંત મોરબી, કેશોદ, દેવભૂમિ દ્વારકા અને અમરેલી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા .નવ નંબર મગફળીનો પ્રતિ મણ રૂ. 2805 સુધીનો વિક્રમી ભાવ નોંધાયો હતો જયારે ..66 નંબર મગફળીના પ્રતિ મણ રૂ. 2600થી 2700 સુધીના ઊંચા ભાવ મળતા અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ જામનગર યાર્ડ તરફ વળ્યા હતા .મબલખ આવકને પગલે હાલ મગફળીની નવી આવક બંધ કરાઈ છે ..હાલમાં આવેલો જથ્થો હરાજીમાં વેચાયા બાદ ફરી આવક શરૂ કરાશે.

(12:21 AM IST)