<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

જામનગર મહાનગરપાલિકાની વધુ એક મોટી કાર્યવાહી: સ્મશાન નજીક કેનાલ પરના 4 ગેરકાયદે દબાણો તોડી પડાયા

પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બનતી મિલ્કતો દૂર કરી 1500 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ : એસ્ટેટ શાખાએ હાથ ધરી કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ :  શહેરમાં ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકાએ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર સ્મશાન નજીક કેનાલ પર ખડકાયેલી ચાર ગેરકાયદે મિલ્કતોને તોડી પાડવામાં આવી છે.

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ મિલ્કતો કેનાલના પાણીના પ્રવાહમાં અવરોધરૂપ બની રહી હતી. જેના કારણે વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. 

કાર્યવાહી દરમિયાન કુલ 1500 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ સાથે કેનાલ વિસ્તાર દબાણમુક્ત બનતા હવે પાણીના વહેણને રાહત મળશે.

મનપાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે શહેરમાં જાહેર જગ્યાઓ અને જળાશયો પર થયેલા ગેરકાયદે દબાણો સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:42 AM IST)