તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
બે ચોરાઉ મોટર સાયકલ સાથે આરોપીને ઝડપી લેતી જામનગર પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૬: પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાની સુચના મુજબ આરોપીને ઝડપી લેવાયો છે.
આરોપી અમરદીપસીંધ જુગરાજસીંઘ બાઠ જાતે જાટ ઉવ.૩૬ ધંધો. પ્રા.નોકરી રહે. હાલ રેલ્વે ફાટક પાસે સિક્કા તા.જી.જામનગર મુળ રહે. આસલ ગામ તાલુકો પટ્ટી જી.તરનતારન રાજ્ય પંજાબ વાળો મોટર સાયકલ (૧) જીજે-૧૦-એજી-૦૨૮૮ તથા (૨) જીજે-૦૩-બીપી-૦૭૧૬ સાથે મળી આવતા મોટર સાયકલ જીજે-૧૦-એજી-૦૨૮૮ની કિ.રૂ-૧૫,૦૦૦/- ગણી ધરપકડ કરાઇ છે.
આ કામગીરી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ, એ.એસ.આઇ. રવિરાજસિંહ એ. જાડેજા , પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ એન. સોઢા, મહેન્દ્રસિંહ વી. ચુડાસમાં, વિજયભાઇ બી. કાનાણી, પો.કોન્સ. દિવ્યરાજસિંહ એન. જાડેજાદ્રારા કરવામા આવેલ છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
