<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જામનગર પોલીસે રૂ.૨૫,૦૦૦ના ઇનામી બુટલેગરને ઝડપ્યો: રાજસ્થાનની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવાયો

પ્રોહિબીશનના બે ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો રાજુરામ બિશ્નોઈ સાંચોર પોલીસના કબજામાંથી જામનગર લવાયો: LCB અને પાંચકોશી એ ડિવિઝનની સંયુક્ત કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૦: પ્રોહિબીશનના અલગ અલગ બે ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા રૂ.૨૫,૦૦૦ના ઇનામી આરોપીને ઝડપી પાડતી જામનગર પાંચકોશી એ ડિવિઝન તથા એલ.સી.બી. જામનગર પોલીસે મોટી સફળતા મેળવી છે.

 

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ  નિર્લિપ્ત રાય, પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંઢાનાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પી.આઈ. વી.બી.ચૌધરી તથા પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા અને પાંચકોશી એ ડિવિઝન પો.સ્ટે.ના પી.આઈ. એમ.એન.શેખ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી.

 

જામનગર પાંચકોશી એ ડિવિઝન પો.સ્ટે.માં સી પાર્ટ ગુન્હા રજી.નં.૧૧૨૦૨૦૪૫૨૬૦૦૧૬/૨૦૨૬ તથા ૧૧૨૦૪૫૨૬૦૦૧૭/૨૦૨૬ પ્રોહિ કલમ ૬૫(એ), (ઈ), ૮૧, ૯૮(૨) મુજબના અલગ અલગ બે ગુનામાં આરોપી રાજુરામ હરિરામ સીયાગ બિશ્નોઈ રહે. જાખલ ગામ સીયાગો કી ઢાણી, તા.સાંચોર, જી.જાલોર, રાજસ્થાનવાળો નાસતો ફરતો હતો.

 

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા દ્વારા આરોપી વિરુદ્ધ રૂ.૨૫,૦૦૦નું ઇનામ જાહેર કરાયેલ હતું. જામનગર એલ.સી.બી. શાખાની ટીમ દ્વારા આરોપીની તપાસમાં રાજસ્થાનના સાંચોર ખાતે જઈ તપાસ કરતા આરોપી સાંચોર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૩૩૨/૨૦૨૫ રાજસ્થાન આબકારી અધિનિયમ ૧૯૫૦ની કલમ ૧૪,૧૯,૫૪,૫૭ મુજબના ગુનાના કામે જેલમાં હોવાનું જાણવા મળ્યું હતું.

 

એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. દિલીપભાઈ એન. તલવાડીયાએ જાણ કરતા આરોપીનું નામદાર કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી જામનગર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(4:26 PM IST)