હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 27th June 2026
જામનગરમાં રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાયે દૂરબીનથી જૂલૂસના બંદોબસ્તનું નિરિક્ષણ કર્યુ

જામનગરઃ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે મહોરમના તાજીયા દરમિયાન શહેરમાં... શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે સિટી ‘એ' ડિવિઝન પોલીસ મથક પરથી દૂરબીનની મદદથી તાજીયાના રૂટ અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ પોલીસ અધિકારીઓ પાસેથી બંદોબસ્ત અંગે માહિતી મેળવી આ દરમિયાન જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ દરબારગઢ વિસ્તારમાં પહોંચ્યા હતા અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શહેરભરમાં તૈનાત પોલીસ દળ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય સર્વેલન્સ વ્યવસ્થા દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
