તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જામનગરના હાપા માર્કેટ યાર્ડ બે દિવસ બંધ રાખવા નિર્ણય
ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાની ખેતપેદાશો અને જણસી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં નહીં લાવવા સૂચના

જામનગર :કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જામનગરના હાપા માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધીશોએ બે દિવસ સુધી માર્કેટ યાર્ડ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. ખેડૂતોને આ સમયગાળા દરમિયાન પોતાની ખેતપેદાશો અને જણસી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં નહીં લાવવા સૂચના આપવામાં આવી છે. વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાતાવરણ અનુકૂળ બન્યા બાદ હાપા માર્કેટ યાર્ડમાં ફરીથી વેપાર શરૂ કરવામાં આવશે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
