તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
હાલારી નવા વર્ષની જાહેર શુભેચ્છા અર્પતા જામસાહેબ
મારી નાદુરસ્ત તબિયતના લીધે કોઇને મળી નહી શકુઃ પરંતુ મીઠુ મોઢુ કરવા પધારજો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૪: જામનગરના જામસાહેબે હાલારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
જામસાહેબે જણાવ્યુ છે કે, અષાઢી બીજ, એટલે આપણા હાલારી નવા વર્ષ માટે હું મારી પ્રજાને ખુબ શુભેચ્છા આપુ છું. આ સાથે મને અફસોસ છે કે, મારી નાદુસ્ત તબિયતને લીધે હું કોઇને મળી શકીશ નહી પરંતુ સોૈને વિનંતી છે કે મારા ઘરના આંગણે આપની ઇચ્છા અને અનુラકૂળતા મુજબ મીઠુ મોઢુ કરવા પધારજો જેનાથી મને બહુ જ આનંદ થશે કે હું અને મારી પ્રજા હજી એક જ દુનિયામાં નભી રહયા છીએ.
માતાજીને મારી પ્રાર્થના છે કે આપ સહુને સુખ શાંતિના આશીર્વાદ આપે અને મને આપ બધાની સેવાનો મોકો અને તાકાત આપે તેમ જામસાહેબે અંતમાં જણાવ્યુ છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
