તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
અંબાવિજય હોસ્પિટલ માટેના પ્લોટમાં ગરબી કરાવવાની યોજના વિરુધ્ધ ફરિયાદ લેખે જામસાહેબની રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ : અંબાવિજય હોસ્પિટલ માટેના પ્લોટમાં ગરબી કરાવવાની યોજના વિરુધ્ધ ફરિયાદ લેખે જામસાહેબે રજૂઆત કરી છે.
જામસાહેબે રજૂઆતમા જણાવ્યું છે કે,
આંદોલન કરવાવાળાની રજૂઆત સત્ય હશે પરંતુ એ બધી હકીકતો ગામમાં સોએક જેટલી જગ્યામાં પણ છે કે જે જગ્યામાં ગરબીઓ રમાય છે. તો અહીંયા જે તકલીફો કહેવાય છે તે ત્યાં બધેય પણ છે, તો આખા ગામમાં બધે ઠેકાણે ગરબીઓ બંધ થવી જોઇએ ; માત્ર અહીંયાજ શું કામ? બંધ કરાવો તો બધી કરાવો.
વધારામાં જાણવા લાયક હકીકત છે કે ગામની ગરબીઓ કોઇ કોઇ તો સવારના ૪ વાગ્યા સુધી ચાલતી હોય છે જેના બદલે આ ગરબીમાં મેં સૂચના આપી છે કે તે ૧૧ : ૩૦ સુધીમાં સંપૂર્ણરીતે પૂરી થઈ જવી જોઇએ. વધારામાં ગાડીઓ પાર્કિંગ કરવાની તકલીફ લગભગ થશે નહીં કારણ કે આ પ્લોટમાં જ ગાડી પાર્કિંગ માટે વિશાળ જગ્યા રાખવાની મેં સૂચના આપી છે.
વધારામાં આ વિસ્તારમાં રહેવાસીઓ વધારે હિંદુ લોકો છે તેણે ગરબી વિરુધ્ધ વાંધા હોય તે મને બહુજ આશ્ચર્ય લાગે છે ! આપ લોકોને વિનંતી કરું છું કે આપના પોતાના વિચારો ઉપર ચાલો અને બીજા મતલબીઓનું ના સાંભળો.
છેલ્લે હું કહીશ કે આ યોજનાની કલ્પના મારી નથી અને હું કરતોય નથી, પરંતુ મને લાગ્યું કે જામનગર શહેર આખા માટે આ યોજના બહુજ સુંદર અને કરવાલાયક છે જેના માટે મેં માત્ર પરવાનગી આપી દીધી છે, એટલે હવે મને આમાં વચમાં પડવાની કોઇ જાતની ઇચ્છા નથી અને આ મામલો કર્તાહર્તા અને તમે વાંધો લેવાવાળા અને સરકારી અધિકારીઓને મળીને નિકાલ કરવાનો.તેમ જામસાહેબે જણાવ્યું છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
