News of Thursday, 5th November 2026
જસદણ શહેર દીપાવલીમયઃ આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવાઇ

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા. પઃ જસદણ શહેર હાલ ભારે દીપાવલીમય બની ગયું છે થોડા દિવસ પહેલાં મંદી મોંઘવારી માટે બુમો સંભળાતી હતી પણ બે દિવસથી ખરીદીમાં ચહલ પહલ શરૂ થતાં વેપારીઓમા જીવમાં જીવ આવ્યો છે.
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ આવનારા તહેવારોની શુભેચ્છા પાઠવી છે તેઓએ જણાવ્યું હતું કે અંધકારથી પ્રકાશ તરફના મહાપર્વ દીપાવલી અને નૂતન વર્ષની આપ સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ!
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
