તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
જસદણની મેઈન બજાર અને ચિતલીયા કુવા રોડને દિવાળી સુધી વન વે જાહેર કરોઃ જયેશ કલ્યાણી

(હિતેશ ગોસાઇ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૩: જસદણમાં સાંકડી મેઈન બજાર અને ચિત્તલીયા કુવા જુનો વિસ્તાર છે આ વિસ્તારને આગામી દિવાળી સુધી વન વે જાહેર કરવા સામાજિક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણીએ માંગણી કરી છે તેમણે જણાવ્યું છે કે દિવાળીને માત્ર જુજ દિવસો બાકી છે ત્યારે સ્વભાવિક છે કે લોકો તહેવારોની ખરીદી માટે અવર જવર કરે ત્યારે લાગતા વળગતા તંત્રવાહકો ડી એસ વી કે હાઈસ્કૂલથી જુના બસ સ્ટેન્ડ અને મોતીચોકથી જુના ચિત્તળીયા ટાંકા સુધી થ્રી અને ફોર વ્હીલર પર પ્રતિબંધ અને આ વિસ્તારોને વન વે જાહેર કરે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારો ઘણાં જુના છે એમાં પણ પાર્કિંગ વિના આડેધડ શોપિંગ સેન્ટરો બેરોકટોક ઉભા છે આડા દિવસે પણ ટ્રાફિક સર્જાય છે ત્યારે દિવાળીના તહેવારોમાં સ્વભાવિક છે કે લોકો ખરીદી માટે ઉમટી પડે ત્યારે લોકો આરામથી ખરીદી કરી શકે અને વેપારી આરામથી વેપાર કરી શકે કોઈ અજુગતો બનાવ ન બને અને ટ્રાફિક નિયંત્રણમાં રહે તેથી ઉપરોક્ત વિસ્તારમાં તંત્ર થ્રી ફોર વ્હીલર પર પ્રતિબંધ અને વન વે જાહેર કરે તે આજના સમયની માંગ છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
