News of Saturday, 25th July 2026
મોરબીના લાતી પ્લોટ-૭માં રોડ રિપેર કરવા આવેલું જેસીબી જ કાદવમાં ખૂંપી જતાં કામગીરી અટકી
લાંબા સમયની રજૂઆતો બાદ રસ્તો સમથળ કરવા પહોંચેલા જેસીબીનું મોટું ટાયર કાદવમાં ફસાતા તંત્રની કામગીરીની સ્થિતિ છતી થઈ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:મોરબીના લાતી પ્લોટ-૭ વિસ્તારમાં અત્યંત ખરાબ અને બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો લાંબા સમયથી ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાને લઈને આખરે પ્રશાસન દ્વારા રસ્તો સમથળ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે વિસ્તારમાં એક જેસીબી મશીન મોકલવામાં આવ્યું હતું.
જોકે, આ રસ્તાની હાલત એટલી હદે બદતર હતી કે કામ શરૂ થતાની સાથે જ જેસીબી મશીન પોતે જ કાદવ-કીચડમાં ઊંડું ખૂંપી ગયું હતું. જેસીબીનું પાછળનું મોટું ટાયર જમીનમાં ફસાઈ જતાં રસ્તો બનાવવાની અને સમથળ કરવાની કામગીરી સ્થળ પર જ અટકી પડી હતી. આ ઘટનાને પગલે પ્રશાસનની પ્રી-મોન્સૂન અને રોડ રિપેરિંગ કામગીરીની વાસ્તવિક સ્થિતિ છતી થઈ હતી.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
