<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

પોરબંદરમાં નવરાત્રીના આગમનને વધાવતું જેસીઆઈ

 

  પોરબંદરઃ જેસીઆઈ પોરબંદર દ્વારા એક દિવસીય વેલકમ નવરાત્રીનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વેલકમ નવરાત્રીમાં જુનિયર કિડ્‍સ, સિનિયર કિડ્‍સ અને યંગસ્‍ટર્સ એમ ત્રણ કેટેગરીમાં ખૂબ મોટી સંખ્‍યામાં જોમ જુસ્‍સા સાથે ગરબે દ્યુમેલ ખેલૈયાઓને ઇનામથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. ગાયકો રેનીશ જોશી, મિલન ઓડેદરા અને તેજલ એરડાએ પોતાના સૂર સાથે સંગીતના તાલે ખેલૈયાઓને જોમ પૂરું પાડ્‍યું હતું.સૌ પ્રથમ વખત ખેલૈયાઓ માટે માત્ર ઢોલ શરણાઈ સાથે મંડલી ગરબાના ખાસ રાઉન્‍ડનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેસીઆઈ વેલકમ નવરાત્રીમાં જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મ્‍યુનિસિપલ કમિશનર ટી.સી.તીરથાણી, મહાનગર પાલિકાના મેયર સાગરભાઈ મોદી, રામદેવભાઈ મોઢવાડીયા, સામતભાઈ ઓડેદરા વગેરે મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી જેસીઆઈના આયોજનને બિરદાવ્‍યું હતું. જેસીઆઈ  સ્‍થાપક પ્રમુખ લાખણશીભાઇ ગોરાણિયા અને બિરાજ કોટેચાએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, પ્રોજેકટ ટીમ રાહુલ લાખાણી, કેવલ પટેલ, અક્ષય રાયચુરા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિક મોનાણીએ કર્યું હતું.વેલકમ નવરાત્રી રાસોત્‍સવની તસ્‍વીરો (તસ્‍વીરઃ પરેશ પારેખ- પોરબંદર)

(10:59 AM IST)