તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
જોડીયાના જીતુ લંગડીએ રાજકોટથી ૬ રિક્ષાઓ ચોરીઃ વધુ એક ઉઠાંતરી કરે એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડયો
કડીયા કામની મજુરીની સાથે રિક્ષાના ફેરા પણ કરે છેઃ ડાયરેક્ટ રિક્ષા કરીને ઉઠાવી જતોઃ ચોરી કર્યા બાદ મોરબીમાં પડયો રહેતોઃ અગાઉ રાજકોટ, મોરબી અને જામનગરમાં ૧૩ ગુનાઓ આચર્યા હતાં : એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમીઃ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. રાણાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૮: શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વાહન ચોરી, ઘરફોડ ચોરી જેવા અન-ડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના અપાઇ હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમે ૬ રિક્ષાઓની ચોરી કરનારા જોડીયામાં રહેતાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૬) નામના શખ્સને પકડી લઇ રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતની રિક્ષાઓ કબ્જે કરી છે. કડીયા કામની મજુરી સાથે રિક્ષાના ફેરા પણ કરતો આ શખ્સ રાજકોટ આવી લોક કરેલી રિક્ષાને ડાયરેક્ટ કરી ઉઠાવી જતો હતો. વધુ કોઇ રિક્ષાની ઉઠાંતરી કરે એ પહેલા તેને દબોચી લેવાયો હતો.
જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએઅસાઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. તુલસીભાઈ ચુડાસમા અને કોન્સ. સંજયભાઈ ખાબરીયા તથા ધર્મેશભાઈ ખાંડેખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ માધાપર ચોકડી બ્રિજ નીચેથી જોડીયાના જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની આકરી પુછતાછમાં તેણે રાજકોટમાંથી કુલ છ રિક્ષાઓ ચોરી કરીને ફેરવ્યા બાદ રેઢી મુકી દીધાનું કબુલતાં આ તમામ રિક્ષાઓ કબ્જે કરવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ અને અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા રીક્ષા ચોરીના પાંચ ગુનાઓ ડિટેક્ટ થયા હતાં
પોલીસના કહેવા મુજબ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી રીઢા શખ્સની છાપ ધરાવે છે અને તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ૧૩ જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં રાજકોટ શહેરના થોરાળા, ગાંધીગ્રામ, પ્રદ્યુમનનગર, જામનગર સીટી એ-ડિવિઝન તેમજ મોરબી તાલુકા અને મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતાં.
પોલીસે જીજે-૦૩-બીએક્સ-૦૯૦૬, જીજે-૦૪-એયુ-૧૭૫૩, જીજે-૦૩-બીયુ-૬૪૩૦, જીજે-૦૩-બીએક્સ-૨૪૩૨, જીજે-૦૧-ટીએ-૩૭૦૬ અને જીજે-૦૩-એડબલ્યુ-૫૨૮૨ નંબરની રીક્ષાઓન કબ્જે કરી છે. જેની કિંમત ૪૦ હજારથી માંડી ૧.૫૦ લાખ સુધીની છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ જીતુ લંગડી જોડીયાથી રાજકોટ આવી રિક્ષા ચોરી પછી મોટે ભાગે મોરબીમાં રહેતો હતો. થોડા સમય પછી બીજી રિક્ષા ઉઠાવી લેતો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા, એએઅસાઇ અશોકભાઇ કલાલ, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઈ દફડા, વિજયરાજસિંહ જાડેજા તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ધોધારી, તુલસીભાઈ ચુડાસમા, લાલજીભાઈ હાડગરડા અને પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ખાબરીયા તથા ધર્મેશભાઈ ખાંડેખાએ આ કામગીરી કરી છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
