<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

જેતપુરના બુટલેગરને પાસામાં ધકેલાયો

દારૂના ર૦ ગુન્‍હામાં સંડોવાયેલ યુવરાજ લાલુ પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવાયો

રાજકોટઃતા.૧પ, જેતપુર પંથકના દારૂના ર૦ ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો હતો.

  રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે અસામાજીક પ્રવળતી કરતા શખ્‍સો સામે  અટકાયતી પગલા લેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અન્‍વયે જેતપુર ડીવીઝન, જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક  રોહીતસિંહ ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસ તથા રૂરલ એલસીબીએ જેતપુર ઉદ્યોગનગર પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહીબીસન એક્‍ટ મુજબના અવાર નવાર ગુનાઓ આચરતો ઇસમ, યુવરાજભાઇ બીસુભાઇ લાલુ, ધંધો-ખેતી, ઉ.વ.૨૪, રહે.રબારીકા ગામ તા.જેતપુરવાળા વિરૂધ્‍ધ  પાસા પ્રપોઝલ તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્‍ય, રાજકોટ મારફતે જીલ્લા મેજીસ્‍ટ્રેટ  રાજકોટને મોકલી આપતા, જીલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી ડો. ઓમ પ્રકાશ સાહેબ દ્રારા પાસા પ્રપોઝલ મંજુર કરી, મજકુર ઇસમને પાસા તળે અટકાયત કરવા   હુકમ કરતા, મજકુર ઇસમને પાસા હુકમની બજવણી કરી વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.પકડાયેલ યુવરાજ સામે જેતપુર અને વિરપુરમાં દારૂના ર૦ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહીપોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર  જે.પી.રાવ, એલ.સી.બી., પોલીસ ઇન્‍સ્‍પેકટર  એસ.એચ.શર્મા  જેતપુર ઉદ્યોગનગર,એ.એસ.આઇ.બાલકુષ્‍ણ ત્રીવેદી તથા અમીતસિંહ જાડેજા,  એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍ય એ.એસ.આઇ. વલ્લભભાઇ બાવળીયા, તથા હરદેવસિંહ ચુડાસમા જેતપુર ઉદ્યોગનગર પો.સ્‍ટે.ના સહિતના સ્‍ટાફે કરી હતી.

(1:10 PM IST)