હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના ડી.સી.સી.હાઈસ્કૂલના વિદ્યાર્થી ઝાલા કૃષ્ણરાજસિંહની રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધા માટે પસંદગી
અંડર-૧૯ ક્રિકેટમાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ રમશે; શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું

જામનગર તા.૨૩: જામનગરના ડી.સી.સી. હાઈસ્કૂલના વિદ્યાર્થી ઝાલા કળષ્ણરાજસિંહ દશરથસિંહે ક્રિકેટ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંડર-૧૯ ક્રિકેટમાં રાજ્ય કક્ષાએ ભાગ લીધા બાદ હવે તેની રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધા માટે પસંદગી થતાં શાળા સહિત જામનગરના રમત પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
ક્રિકેટ ક્ષેત્રે પોતાની પ્રતિભા અને રમત પ્રત્યેના લગાવના આધારે ઝાલા કળષ્ણરાજસિંહ દશરથસિંહે રાજ્ય કક્ષાએ અંડર-૧૯ ક્રિકેટમાં ભાગ લઈને પોતાની ક્ષમતા દર્શાવી હતી. હવે રાષ્ટ્રીય કક્ષાએ રમવાની તક મળતાં તેની રમતગમતની સફરમાં વધુ એક મહત્વપૂર્ણ પડાવ ઉમેરાયો છે.
રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની તક યુવા ખેલાડી માટે પોતાની પ્રતિભા દર્શાવવા અને આગળ વધવા માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. કળષ્ણરાજસિંહની આ પસંદગીથી ડી.સી.સી. હાઈસ્કૂલનું ગૌરવ વધ્યું છે તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે.
જામનગરના આ યુવા ક્રિકેટ ખેલાડીને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સફળતા પ્રાપ્ત કરે તેવી વિદ્યા તેજક મંડળના પ્રમુખ અરવિંદભાઈ શાહ અને અન્ય ટ્રસ્ટીગણ તેમજ શાળા ના આચાર્ય વીગેરે દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
