<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ઝાલાવાડમાં સાર્વત્રિક વરસાદ સૌથી વધુ દસાડામાં

જિલ્‍લામાં કપાસ મગફળી તલ જેવા પાકોને મળ્‍યું જીવંતદાનઃ પરંતુ સુરેન્‍દ્રનગરમાં બે ઇંચ વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈઃ રાજ હોટલ નજીક અંડરબ્રિજમાં પાણી ભરાતા ૧૦૦ થી વધુ વાહનો બંધ થઈ ગયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૪: સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્‍યો છે ત્‍યારે સૌથી વધુ દસાડામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્‍યો છે આ ઉપરાંત લખતરમાં પણ બે ઇંચ કરતાં વધુ વઢવાણમાં પણ બે ઇંચ વરસાદ વરસવા પામ્‍યો છે. લાંબા વિરામ બાદ સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં વરસાદનું આગમન થયું છે ત્‍યારે અત્‍યાર સુધી ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરને નુકસાન જાય તેવી પરિસ્‍થિતિ હતી અને  ખેડૂતો વાવેતર સુકાવા લાગ્‍યા હતા પરંતુ ત્‍યારબાદ હવે છેલ્‍લી ૨૪ કલાકથી વરસાદ નોંધાવવા પામ્‍યો છે ૧૦ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતો માં ખુશીની લહેર છે ત્‍યારે બીજી તરફ વાવેતરને પણ જીવંતદાન મળ્‍યું છે.

સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારોમાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાય છે જેમાં ખાસ કરીને સુરેન્‍દ્રનગર શહેરના રાજ હોટલ નજીક આવેલો અંડરબ્રિજ બંધ થઈ જવા પામ્‍યો છે હતા અને આ મુદ્દે પાણી કાઢવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ બીજી તરફ સુરેન્‍દ્રનગર માં પાણી ભરાઈ ગયેલા હોવાના કારણે ૧૦૦ થી વધુ વાહનો બંધ પડી ગયા હતા.

 

પ્રિમોન્‍સૂન કામગીરી માત્ર કાગળ ઉપર કરાયું હોવાનો ઘાટ સર્જાયો છે અને શહેરીજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્‍યા છે કે પ્રિમોન્‍સૂન કામગીરીના નામે લાખો રૂપિયા વાપરવામાં આવ્‍યા પણ પરિણામ શહેરીજનોને હાલાકી ભોગવવાનું થયું છે.

પ્રથમ વરસાદે સુરેન્‍દ્રનગર શહેરી વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા છે

આ ઉપરાંત સુરેન્‍દ્રનગર શહેરના રતનપર વિસ્‍તારમાં આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે વઢવાણ સુરેન્‍દ્રનગર રોડ પર પ્રભાવિત બન્‍યો છે અને અજરામાં ટાવર ચોક વિસ્‍તારમાં પણ પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત કલેક્‍ટર કચેરીનું કમ્‍પાઉન્‍ડ મહાનગરપાલિકાની કચેરી અને સુરેન્‍દ્રનગર શહેરના વઢવાણ જોરાવર નગર વિસ્‍તારમાં આવેલી અને નવી બનેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે ૮૦ ફૂટના રોડ ઉપર પણ પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે આજે પાણી ભરાવાના સૌથી વધુ ફરિયાદો સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાને મળવા પામી છે ડ્રેનેજ લોકઅપ થઈ ગઈ હોવાના કારણે આ પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું હોવાનું સામે આવ્‍યું છે.

ક્‍યાં કેટલો વરસાદ પડયો તે નીચે મુજબ છે.

ધ્રાંગધ્રા ૩૧

દસાડા ૮૭

લખતર ૬૩

વઢવાણ ૪૯

મુળી    ૩૭

ચોટીલા ૨૨

સાયલા ૪૩

થાનગઢ ૨૨

લીંબડી ૨૯

ચુડા   ૩૫.

(10:41 AM IST)