<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સાયલાના ગુંદિયાવડામાં હલર મશીનમાં લૂંગી ફસાતા જીગ્નેશ મેરનું મોત : પરિવારે એકનો એક દીકરો ગુમાવ્‍યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૪: સાયલા તાલુકાના ગુંદિયાવડા ગામનો યુવાન જીગ્નેશ મેર સેજકપરની સીમમાં આવેલી વાડીમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યો હતો. ઘઉં કાઢવાના હલર મશીન પાસે કામ કરતી વખતે જીગ્નેશે ગળામાં રાખેલી લૂંગી અચાનક ચાલુ મશીનમાં ફસાઈ ગઈ હતી. મશીનની ઝડપી ગતિને કારણે યુવાન કંઈ સમજે તે પહેલા જ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયો હતો.

અકસ્‍માત એટલો ગંભીર હતો કે યુવાનને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. જીગ્નેશ તેના પરિવારનો એકનો એક પુત્ર અને ઘરનો મુખ્‍ય આધારસ્‍તંભ હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્‍યું છે.

ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી. પોલીસે યુવાનના મળતદેહને કબજે કરી સાયલા સરકારી હોસ્‍પિટલ ખાતે પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડ્‍યો હતો. હાલ પોલીસે આ અંગે અકસ્‍માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખેતીકામ દરમિયાન મશીન પાસે કામ કરતા સમયે ગળામાં લૂંગી કે દુપટ્ટો ન રાખવા અને સાવચેતી રાખવા આ ઘટના ચેતવણીરૂપ છે.

(1:28 PM IST)