<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પીપળીયા પાસે પતિના બાઇકમાંથી પડી જતાં કાગદડીના જીવીબેન બાંભવાનું મૃત્‍યુ

સિંધાવદર માતાજીના માંડવામાં જતી વખતે વાંકાનેર નજીક બનાવ : ૬૫ વર્ષિય વૃધ્‍ધાને સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ જીવ બચ્‍યો નહિ

રાજકોટ તા. ૨૫: વાંકાનેરના પીપળીયા ગામ પાસે પતિના બાઇક પાછળથી પડી જતાં રાજકોટના કાગદડી ગામના વૃધ્‍ધાને ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. પતિ-પત્‍નિ સિંધાવદર ગામે માતાજીનો માંડવો હોઇ દર્શન કરવા માટે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કાગદડી ગામમાં રહેતાં જીવીબેન રાજાભાઇ બાંભવા (ઉ.વ.૬૫) નામના ભરવાડ વૃધ્‍ધા ગઇકાલે બપોરે પતિ રાજાભાઇ નાજાભાઇ બાંભવા (ઉ.વ.૬૮)ના બાઇક પાછળ બેસીને સિંધાવદર તરફ જતાં હતાં ત્‍યારે વાંકાનેરના પીપળીયા ગામ પાસે અચાનક રોદો આવતાં જીવીબેન પતિના વાહન પાછળથી પડી જતાં માથા-શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી. જીવીબેનને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. પતિ રાજાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમના સ્‍વજનના કહેવા મુજબ સિંધાવદર સગાને ત્‍યાં માતાજીના માડવાનો પ્રસંગ હોઇ તેમાં હાજરી આપવા, દર્શન કરવા બંને જઇ રહ્યા હતાં. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:17 AM IST)