News of Monday, 3rd August 2026
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' સંકલ્પ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ વક્તવ્યમાં સૌ કોઈ જોડાયા : દેશને નશામુક્ત બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા : ભારત સામે નશાનું સંકટ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે અનુરોધ

(સચિન આશરા દ્વારા)કાલાવડ તા.૩ : વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે હીરપરા કન્યા વિદ્યાલય, કાલાવડ ખાતે કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં બજરંગદળ વિભાગ સંયોજક સંજયસિંહ કંચવા કરાવવામાં આવી હતી.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય (વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ) કૃપાબેન લાલ દ્વારા ભારત સામે નશાનું સંકટ પર લોકોમાં જાગૃતિ આવે તેવું બૌદ્ધિક વક્તવ્ય અને દેશને નશામુક્ત બનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ વક્તવ્યમાં જોડાયા હતા અને તેમના માર્ગદર્શનનો લાભ લીધો હતો.
આ તકે સંજયસિંહ કંચવા (બજરંગદળ વિભાગ સંયોજક), કૃપાબેન લાલ (દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય - વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ), હીનાબેન અગ્રાવત (માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય),સચિનભાઈ આસરા (કાલાવડ બજરંગદળ સંયોજક) ઉપસ્થિત રહ્યા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
