<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

મહુવાના પત્રકાર રહીમભાઈ વસાયા અને તેમના પત્ની શહેનાઝબાનુએ નિભાવી મતદાનની ફરજ : જનતાને કરી અપીલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી પત્રકાર રહીમભાઈ વસાયા અને શહેનાઝબાનુએ આપ્યો લોકશાહીનો સંદેશ; "દરેક નાગરિક અવશ્ય મતદાન કરે" તેવી કરી અપીલ

મહુવા : લોકશાહીના મહાપર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવાના જાણીતા પત્રકાર રહીમભાઈ રજબ અલી ભાઈ વસાયા અને તેમના ધર્મપત્ની શહેનાઝબાનુ રહીમભાઈ વસાયાએ મતદાન કરી પોતાની નાગરિક ફરજ અદા કરી હતી.

 

મતદાન મથકે પહોંચીને બંનેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી. મતદાન બાદ પત્રકાર દંપતીએ જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે અવશ્ય સહભાગી થઈ મતદાન કરી પોતાની ફરજ અદા કરવી જોઈએ.

 

રહીમભાઈએ જણાવ્યું હતું કે, "મતદાન એ માત્ર અધિકાર નથી, પણ દેશના વિકાસ માટેની આપણી નૈતિક જવાબદારી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આપણા રોજબરોજના પ્રશ્નો સાથે સીધી સંકળાયેલી હોય છે, તેથી દરેક મત કિંમતી છે."

 

તેમના આ પગલાથી અન્ય નાગરિકોને પણ પ્રેરણા મળી છે. પત્રકાર તરીકે સમાજમાં જાગૃતિ ફેલાવવાની સાથે પોતે પણ મતદાનની ફરજ નિભાવી તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(4:51 PM IST)