<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી

રાત્રે બરાબર ૧૨ વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે પૂજય ભાઇશ્રી સહિત ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા બાલકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : ગત શુક્રવારના રોજ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી અને ઋષિકુમારો દ્વારા રાત્રે ૧૦ વાગ્યાથી જ સંકીર્તન સાથે શ્રીમદ્ભાગવતના દસમાં સ્કંધના પાઠ કરવામાં આવ્યા હતા.  ત્યારબાદ રાત્રે બરાબર ૧૨ વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે પૂજય ભાઇશ્રી સહિત ઉપસ્થિત સૌ ભાવિકો દ્વારા બાલકૃષ્ણના જન્મનાવધામણાં કરવામાં આવ્યા હતા.

પૂજ્ય ભાઇશ્રી દ્વારા ભગવાન બાલકૃષ્ણના બાળસ્વરૂપને  વિધિવત્ મંત્રોચ્ચાર દ્વારા વિવિધ દ્રવ્યો વડે અભિષેક-સ્નાન કરાવવામાં આવ્યું તથા નવા વસ્ત્રો અને આભૂષણોથી શૃંગાર કરવામાં આવ્યો અને આરતી કરવામાં આવી હતી. આ અવસરે પોરબંદર શહેરથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. 
બીજા દિવસે શનિવારે શ્રાવણ વદ નવમી પારણા નવમીના દિવસે ઋષિકુમારો દ્વારા સંકીર્તન અને બધાઈ ગીત સાથે નંદોત્સવ ઉજવવામાં આવ્યો. 
પૂજ્ય ભાઇશ્રી દ્વારા નંદોત્સવના દિવસે પારણામાં પધરાવેલા બાલકૃષ્ણની વિધિવત્ પૂજા કરીને સંકીર્તન અને બધાઈ ગીત સાથે હર્ષોલ્લાસ પૂર્વક નંદોત્સવ ઉજવવામાં આવ્યો.પૂજ્ય ભાઇશ્રીએ આ અવસરે ઉપસ્થિત ભાવિકોને આનંદ સાથે રમકડાં અને ચોકલેટ વહેંચી હતી. અંતમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા બાલકૃષ્ણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી.
સંપૂર્ણ જન્માષ્ટમી મહોત્સવના મનોરથી તરીકે રાજસ્થાન ચિતૌડગઢના હરિશ્રી રવિકલા ચતુર્વેદી અને પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી.
જન્માષ્ટમી અને નંદોત્સવના દિવસે દેશ-વિદેશથી અને પોરબંદર શહેરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને ઓનલાઇન યુ-ટ્યુબના માધ્યમથી પણ અનેક ભાવિકોએ ઉત્સવ-દર્શનનો લાભ લીધો હતો

(5:48 PM IST)