<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

જામનગરના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તારના જોગવડ ગામે જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો

ત્રણપત્તી રમતા 10 જુગારીઓ પાસેથી રૂ. 2.33 લાખ રોકડા સહિત કુલ રૂ. 15.63 લાખનો મુદ્દામાલ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ :  નાયબ પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (IPS) નાઓની સૂચનાથી રાજકોટ રેન્જમાં પ્રોહિબીશન અને જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર  અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ અને સ્ટાફ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

 

પો.સ.ઇ.  સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, વનરાજભાઈ મકવાણા, વિપુલભાઈ મોરી, પરેશભાઈ સાંજવા, કાસમભાઈ બ્લોચ, મીતેશભાઈ પટેલ, કમલેશભાઈ રબારી તથા ડ્રા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોગવડ ગામની સીમમાં સુમાતભાઈ દેશુરભાઈ ગોજીયા રહે. ગામ-જોગવડ તા.લાલપુર જી.જામનગર નાઓની વાડીના ઓરડામાં દરોડો પાડ્યો હતો.

 

ત્યાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 10 ઇસમોને રોકડા રૂ. 2,33,700/- તથા કાર-2, મોટરસાયકલ-2, મોબાઈલ ફોન-8 મળી કુલ રૂ. 15,53,700/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

 

પકડાયેલા આરોપીઓમાં (1) સુમાત દેશુરભાઈ ગોજીયા રહે. જોગવડ (2) નીલેન હસમુખભાઈ વાઘેલા રહે. સાંઢીયાપુલ (3) નરેશ રામદેભાઈ બંધીયા (4) પીયુષ કારૂભાઈ બડીયાવદરા (5) જયદીપ મગનભાઈ રામાવત (6) રાજેશ કરશનભાઈ કરંગીયા (7) વલ્લભ હરદાસભાઈ કરમુર રહે. નાઘેડી (8) ભરત કરશનભાઈ કરંગીયા (9) ઉમેદસિંહ ભોજુભા ચુડાસમા રહે. નવાગામ ગોપાલચોક અને (10) પાલા પીઠાભાઈ કરમુર રહે. નાઘેડી માધવગીનાનો સમાવેશ થાય છે.

 

તમામ આરોપીઓ વિરુદ્ધ મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(3:21 PM IST)