News of Tuesday, 3rd November 2026
જૂનાગઢમાં મકાનના ભાગ બાબતનું મનદુઃખ રાખી યુવાનના મકાનનો સામાન ફેંકી દીધો
સગા ભાઈ સહિત ૩ શખ્સો સામે પોલીસ ફરિયાદ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢઃ તા.૩, જૂનાગઢમાં અંજટા ટોકીઝ પાછળ અમરદિપ એપાર્ટમેન્ટ પાસે રહેતા સીકંદરભાઇ હબીબભાઇ પડાયા ઉ.વ.૪૮ને તેના ભાઈ સાહિલ હબીબભાઇ પડાયા સાથે મકાનના ભાગ બાબતે વાંધો ચાલતો હોય જેનું મનદુઃખ રાખી સીકંદરભાઇ ગઈકાલે તેના પરિવાર સાથે ગોંડલ ખાતે લગ્નમાં હતા.
ત્યારે સાહિલ હબીબભાઇ પડાયા, જીલુબેન હબીબભાઇ પડાયા અને એક અજાણ્યા શખ્સે સિકંદરભાઈના મકાને જઇ મકાનનુ તાળુ તોડી ઘરમાં ઘુસી ઘરનો તમામ સામાન બહાર ફેકી નુકશાની કરી ગાળો આપી હતી અને હથોડો બતાવી મકાને જવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સિકંદરભાઈ ની ફરિયાદ નોંધી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
