તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
જૂનાગઢમાં પિતાની ઇચ્છા મુજબ ઢોલ-નગારા સાથે અંતિમયાત્રા કાઢી મૃત્યુને મહોત્સવ બનાવ્યો
નિવૃત્ત બેન્ક કર્મી કેશવજીભાઈ ગોહિલના અંતિમ સંકલ્પને પરિવારે આપ્યો આકારઃ મેડિકલ સાધન સેવા શરૂ કરશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ તા.ર૧, માંગરોળના શીલ નિવાસી અને હાલ જૂનાગઢ રહેતા નિવળત્ત બેંક કર્મચારી પ્રજાપતિ કેશવજીભાઈ ભીમજીભાઈ ગોહિલનું ૮૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. સ્વ. કેશવજીભાઈએ અંતિમ દિવસોમાં કરેલ સંકલ્પને સાકાર કરવા પરિવારે તેમની અંતિમયાત્રા ઢોલ-શરણાઈ અને રામનામના ધાર્મિક સુર સાથે કાઢી હતી.
પત્ની દયાબેન અને સેવાભાવી પુત્રો જયેશભાઈ, હિરેનભાઈ અને પુત્રવધૂ હરસિધ્ધિબેન તથા દિકરી અનસૂયાબેને પિતાની ઇચ્છા મુજબ વિદાય આપી મળત્યુને મહોત્સવ બનાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે હિરેનભાઈ અને તેમના પત્ની હરસિધ્ધિબેન ઉચ્ચકક્ષાના નાટય કલાકાર છે અને કલારંગ નાટય મંડળી ચલાવે છે. સેવાના રંગે રંગાયેલા આ દંપતી જરૂરિયાતમંદ લોકોને રાશનકીટ, કીડીયારૂ, અબોલ પશુ-પંખીઓને ચણ-પાણી સહિતની અસંખ્ય સેવાઓ કરે છે
પિતા પ્રજાપતિ કેશવજીભાઈ ગોહિલ હંમેશા સ્મરણમાં રહે તે માટે પરિવાર દ્વારા આગામી સમયમાં બેડ, વોકર, સ્ટીક, પાણીવાળા ગાદલા, વ્હિલચેર જેવા મેડીકલ સાધનો વસાવી વિનામૂલ્યે મેડિકલ સાધન સેવા પ્રારંભ કરવાનો પણ સંકલ્પ કરેલ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
