તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ઉના પાસે બાઇકને હડફેટે લઇને ર યુવાનોના મૃત્યુ નીપજાવનાર જુનાગઢનો કાર ચાલક પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર
બન્ને યુવાનોના મૃત્યુથી ભડિયાવદરના સોલંકી પરિવારમાં શોક છવાય ગયો હતોઃ કારમાં બેઠેલા તમામ સભ્યોનો ચમત્કારીક બચાવ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૮ :.. નજીકના કંસારી રોડ ઉપર બાઇકમાં પેટ્રોલ પુરાવવા ડબલ સવારી બાઇકમાં જઇ રહેલ ભડિયાવદરના કુલદીપ ભાણજીભાઇ સોલંકી (ઉ.૧૮) અને પિતરાઇ ભાઇ કુલદીપ ભાણજીભાઇ સોલંકી (ઉ.૧૯), બન્નેના કારની હડફેટે મૃત્યુ નીપજતા ભડિયાવદરના સોલંકી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
આ અકસ્માતમાં કાર ચાલક દિલાવર યુનુસભાઇ રે. જુનાગઢવાળા ઉના પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઇ જતાં તેની અટક કરવામાં આવી હતી.
તાલુકાના કંસારી ગામ નજીક રોડ ઉપર ઉના તાલુકાના ભડિયાદર ગામે રહેતા કુલદીપ ભાણજી ભાઈ સોલંકી ઉ. વ. ૧૮ અને તેનો પિતરાય ભાઈ જીગર બટુકભાઈ સોલંકી ઉ. વ. ૧૯ રે ભડિયાદર ભડિયાર ગામે થી ડબલ સવારી મોટર સાયકલ ઉપર ઊના મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવા આવતા હતા ત્યારે ભૂતડા દાદા ના મંદિર પાસે વેગન આર મોટર નંબર જીજે- ૦૬ એફ. ૦૪૩૬૫ ના ચાલકે મોટર કાર બેદરકારી થી ચલાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ડબલ સવારી મોટર સાયકલ ને ટક્કર મારતા રોડ પાસે આવેલ પાંચ ફૂટ ઊંડા ખાડામાં મોટર સાયકલ પડી ગયું હતું બંને યુવાનોના ઘટના સ્થળે ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યા હતા. વેગેન આર મોટર કાર પણ ખાડા માં પડી ગઈ. હતી. અને તેમાં બેઠેલ લોકો બહાર નીકળી ચાલ્યા ગયા હતા. લોકો ને જાણ થતા તેમને પરિવારને ભડિયાદર જાણ કરી હતી અને તેમનો પરિવાર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિવાર ના બે યુવાનો ના મોત થતા પરિવાર અને ગામ માં શોક છવાઈ ગયો હતો. બન્ને યુવાનો ને પોસ્ટ મોર્ટમ માટે ઊના હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પંચ નામું કરી રહી છે.
પોલીસ અધિકારી ના જણાવ્યા મુજબ આ મોટર કાર જુનાગઢ જોશીપુરામાં રહેતા દિલાવર ભાઈ યુનુસભાઈ જુણેજા ચલાવતા હતા અને જૂનાગઢ થી ગીર ગઢડા તાલુકાના જસાધાર ગીર ગામે તેમના પરિવાર સાથે સગા ને મળવા જતા હતા. અકસ્માત બાદ પરિવાર ના લોકો ને જસાધાર ગીર સગા ના ઘરે મૂકી દિલાવર ભાઈ યુનુસભાઈ જુણેજા ઊના પોલીસ સ્ટેશન મા હાજર થઈ ગયા હતા. પોલીસ તેમની અટક કરી. વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માતનું પ્રાથમિક કારણ બાઇક ઓવરટેક કરતી વખતે બનાવ બન્યો હશે તેમ જણાવ્યું હતું.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
