તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 18th June 2026
જૂનાગઢમાં કમિશનર પ્રભવ જોષીએ નરસિંહ મહેતા સરોવરના બાયો રેમિડિયેશન પ્લાન્ટ અને જોષીપુરા ઓવરબ્રિજની મુલાકાતે
ગુજરાતનો સૌપ્રથમ ISR મોડયુલર બેઝ્ડ 2.5 MLD પ્લાન્ટનું નિરીક્ષણ, સ્વચ્છતા માટે મ્યુનિશીપલ કમિશ્નરે ટેકનિકલ માર્ગદર્શન આપ્યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૮: જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોષીએ નરસિંહ મહેતા સરોવરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સરોવર ખાતે કાર્યરત ગુજરાત રાજ્યના સૌપ્રથમ એવા ISR મોડયુલર બેઝ્ડ ૨.૫ MLD ક્ષમતાના ઇન સી ટુ બાયો રેમિડિયેશન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.
સ્થળ મુલાકાત દરમિયાન કમિશનરશ્રીએ પ્લાન્ટની કામગીરી, તેની તકનીકી ક્ષમતા અને સરોવરના પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા અંગે સંબંધિત અધિકારીઓ તેમજ એન્જિનિયરો સાથે વિસ્તળત ચર્ચા-વિચારણા કરી હતી. પ્લાન્ટની કાર્યક્ષમતા વધુ સુદ્રઢ બનાવવા અને નરસિંહ મહેતા સરોવરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તેમણે સ્થળ પર જરૂરી ટેકનિકલ અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્લાન્ટ ગુજરાત રાજ્યનો આ પ્રકારનો સૌપ્રથમ મોડ્યુલર બેઝ્ડ ઇન સી ટુ બાયો રેમિડિયેશન પ્લાન્ટ છે, જે ૨.૫ MLDની વિશાળ ક્ષમતા સાથે કુદરતી અને જૈવિક પદ્ધતિથી પાણીને શુદ્ધ કરવાનું કામ કરે છે.
આ ઉપરાંત શહેરના વિકાસ કાર્યોની સમીક્ષાના ભાગરૂપે માન. કમિશનરશ્રી દ્વારા જોષીપુરા ઓવરબ્રિજની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમણે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે કામ પૂર્ણ કરવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
