<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો: ગાંધીગ્રામના લિસ્ટેડ બુટલેગર રાજુ શામળા ક્રેટા કારમાં રૂ. 1.58 લાખનો વિદેશી દારૂ લાવતા ઝડપાયો, કાર સહિત રૂ. 12.08 લાખનો મુદ્દામાલ જપ્ત

હુંડાઇ ક્રેટામાંથી 732 નંગ અલગ-અલગ બ્રાન્ડની IMFL બોટલ મળી, રાજુ ઉર્ફે મુકલો ગોગનભાઈ શામળા ધરપકડ, નગા રાડા-હરદાસ મોરી ફરાર, પો.ઈન્સ. કૃણાલ પટેલની ટીમે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધ્યો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા. 30 : જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી/વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારના લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડી મોટો ઇંગ્લીશ દારૂનો કેસ શોધી કાઢ્યો છે. ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ બાતમી મળેલ કે જૂનાગઢ ગાંધીગ્રામમાં રહેતો રાજુ ગોગન શામળા પોતાની હવાલાની હુંડાઇ ક્રેટા ગાડી રજી.નં. GJ-11-SQ-0200 માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી લાવી સંજયનગર થઇ ગાંધીગ્રામ તરફ આવે છે. જે બાતમી આધારે ગ્રોફ્રેડ મીલના ખુણા પાસે વોચમાં હકિકતવર્ણનવાળી કાર આવતા રોકાવી ચેક કરતા પુંઠાની પેટીઓ સાથે રાજુ ગોગન શામળા મળી આવતા ધોરણસર અટક કરી હતી. પેટી ખોલી જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ કુલ નંગ-732 કિ.રૂ. 1,58,982/- મળી આવી હતી. આરોપી રાજુ ઉર્ફે મુકલો ગોગનભાઈ શામળા, ઉ.વ.35, રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સિંધી સોસાયટી, શેરી નં.3 ની ધરપકડ કરી છે. હુંડાઇ ક્રેટા કિ.રૂ. 10,00,000/- અને મોબાઈલ ફોન-1 કિ.રૂ. 50,000/- મળી કુલ રૂ. 12,08,982/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ ગુનામાં નગા સરમણભાઈ રાડા રહે. પાદરીયા તા. જી. જૂનાગઢ અને હરદાસ ઉર્ફે હદો પરબતભાઈ મોરી રહે. જૂનાગઢ સીંધી સોસાયટી, નાલંદા સ્કુલ પાસે હાજર નહીં મળી આવેલ અને ફરાર છે. સી ડીવીઝન પો.સ્ટે. 11203004260336/2026 પ્રોહી ક.65(એ)(ઈ), 81 મુજબ ગુન્હો રજી કરવામાં આવેલ. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ. કૃણાલ એમ. પટેલ, પો. સબ ઈન્સ. શ્રી ડી.કે.પટેલ, એ.એસ.આઈ. સામતભાઇ બારીયા, પો.હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા, પો.કોન્સ. અજયસિંહ ચુડાસમા, રાજુભાઇ કટારા, ગવરાજસિંહ અહાડા સહિતના સ્ટાફે કામગીરી કરેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:29 PM IST)