તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કિયા સોનેટ કારમાંથી 11.21 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો : બંધાળાથી ઉમરાળા જતા રસ્તે બુટલેગરની ધરપકડ કરી
જૂનાગઢ જિલ્લાના બિલખા પંથકમાંથી બહારના રાજ્યમાંથી લવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કાર, મોબાઈલ સહિત કુલ 11,21,328 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, ઉમરાળા ગામના રાજેશ ઉર્ફે લાલો ઝડપાયો, સાથીદાર ફરાર

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા. 11 : જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી બિલખા પંથકમાંથી વિદેશી દારૂ ભરેલી કિયા સોનેટ કાર ઝડપી પાડી છે. બંધાળા ગામથી ઉમરાળા ગામ તરફ જતા રસ્તેથી કુલ 11,21,328 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કેવી રીતે પકડાયો આરોપી?
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી દારૂ-જુગારની બદી નેસ્તનાબૂદ કરવા કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ. પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી મળી કે ઉમરાળા ગામનો રાજેશ ભુપતભાઈ કાઠી દરબાર પોતાની કાળા કલરની કિયા સોનેટ કાર નંબર GJ-10-DJ-2303માં બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હેરાફેરી કરે છે.
પોલીસે વોચ ગોઠવી માણેકવાડા તરફથી આવતી કારને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે કાર રોકવાને બદલે ભગાવી મૂકી હતી. તુરંત ખાનગી વાહન આડું નાખી કાર રોકાવી તપાસ કરતા પાછળની સીટ તથા ડેકીમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની પુઠાની પેટીઓ મળી આવી હતી. પેટીઓ ખોલતા તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના ચપટા નંગ-1986 મળ્યા હતા.
શું મળ્યો મુદ્દામાલ?
પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કિયા સોનેટ કાર, મોબાઈલ ફોન મળી કુલ 11,21,328 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી રાજેશ ઉર્ફે લાલો સ/ઓ ભુપતભાઈ નાજભાઈ વાળા ઉ.વ. 26 રહે. ઉમરાળા ગામ, બાપા સીતારામના ઓટા પાછળ, તા.જી. જૂનાગઢની ધરપકડ કરી છે. જ્યારે તેનો સાથીદાર યુવરાજભાઈ વાળા રહે. સાંથણી ગામ, તા. આટકોટ હાલ ફરાર છે, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ કાર્યવાહી
આરોપી વિરુદ્ધ બિલખા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11203008260550/2026 પ્રોહી ક. 65એઈ, 88(2), 81 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી ચાલતી આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કૃણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્સ. શ્રી પી.કે. ગઢવી તથા એ.એસ.આઈ. સામતભાઈ બારીયા તથા પો.હે.કો. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે. ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
