<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: આંતરાજ્ય દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના 3 બુટલેગરોને ₹8.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો : ધોરીગુંદાળીના સીમ વિસ્તારમાંથી સ્વિફ્ટ કારમાં છુપાવીને લાવતા હતા વિદેશી દારૂનો જથ્થો, પોલીસે રંગેહાથ પકડ્યા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૮ : જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ ઉપરી અધિકારીઓની સૂચનાથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધોરીગુંદાળી ગામ પાસેથી આંતરરાજ્ય દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના 3 બુટલેગરોને ઝડપી પાડ્યા છે.

 

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જૂની ધોરીગુંદાળી ગામ 66 KV ની પાછળની સીમમાં જતા રસ્તા પર વોચમાં હતી. તે દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં 3 શખ્સો શંકાસ્પદ રીતે ફરી રહ્યા હતા. પોલીસે કારને રોકીને તપાસ કરતા કારની પાછળની સીટ અને ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની પ્લાસ્ટિકની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

            936 ચપટા દારૂ, 3 મોબાઈલ અને સ્વિફ્ટ કાર સહિત ₹8.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.ભેસાણ પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસે સ્થળ પરથી તમામ મુદ્દામાલ કબ્જે કરીને ત્રણેય આરોપીઓની ધોરણસર અટકાયત કરી હતી. આ કામગીરીમાં કુલ ₹8,63,161/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ભારતીય બનાવટનો વિદેશી દારૂ*: 936 પ્લાસ્ટિકના ચપટા, કુલ કિંમત ₹2,53,161/-

2. મોબાઈલ ફોન  3 નંગ, કુલ કિંમત ₹1,10,000/-

3.સ્વિફ્ટ કાર*: રજી. નં. RJ-04-CA-4006, કિંમત ₹5,00,000/-

આ સમગ્ર મામલે ભેસાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 98(2) હેઠળ ગુનો નં. 11203009260240/2026 નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

    પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના બાડમેર અને જાલોરના રહેવાસી, એક આરોપી હજુ ફરાર છે.પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓ રાજસ્થાન રાજ્યના છે અને આંતરાજ્ય ગેંગ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.પકડાયેલ આરોપીઓમા અનિલ બાબુલાલ કાલુરામ બિશ્નોઈ, ઉ.વ.22, રહે. કુરાડોકી ઢાણી, માળકી, તા. ધોરીમાન, જી. બાડમેર, રાજસ્થાન,ભુપેન્દ્ર ખીમારામ ઠાકરારામજી ગોદારા, બિશ્નોઈ, ઉ.વ.23, રહે. સોનડી, તા. સેડવા, જી. બાડમેર, રાજસ્થાન,દિનેશકુમાર ધમારામ ભાગીરથજી બિશ્નોઈ, ઉ.વ.21, રહે. સરવાળા ગામ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન.પોલીસની તપાસમાં આ કામમાં સંડોવાયેલો અન્ય એક આરોપી અશોકકુમાર પવાર, રહે. સોમરાડી, તા. ધોરીમાના, જી. બાડમેર, રાજસ્થાન હાલ ફરાર છે. તેને ઝડપવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.  ડી.કે. પટેલ, એ.એસ.આઇ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો.હેડ કોન્સ. ભાનુભાઈ ઓડેદરા અને પો.કોન્સ. રાજુભાઈ કટારા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જૂનાગઢ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:09 PM IST)