તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતાઃ આંતરાજ્ય દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના ૩ બુટલેગરો ઝડપાયા
ધોરીગુંદાળીના સીમ વિસ્તારમાંથી સ્વિફ્ટ કારમાં છૂપાવીને લાવતા હતા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૯: જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂ અને જુગારની પ્રવળત્તિને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ ઉપરી અધિકારીઓની સૂચનાથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધોરીગુંદાળી ગામ પાસેથી આંતરરાજ્ય દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના ૩ બુટલેગરોને ઝડપી પાડ્યા છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ જૂની ધોરીગુંદાળી ગામ ૬૬ KV ની પાછળની સીમમાં જતા રસ્તા પર વોચમાં હતી. તે દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ૩ શખ્સો શંકાસ્પદ રીતે ફરી રહ્યા હતા. પોલીસે કારને રોકીને તપાસ કરતા કારની પાછળની સીટ અને ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની પ્લાસ્ટિકની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
૯૩૬ ચપટા દારૂ, ૩ મોબાઈલ અને સ્વિફ્ટ કાર સહિત રૂા.૮.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.ભેસાણ પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસે સ્થળ પરથી તમામ મુદ્દામાલ કબ્જે કરીને ત્રણેય આરોપીઓની ધોરણસર અટકાયત કરી હતી. વિદેશી દારૂ ૯૩૬ પ્લાસ્ટિકના ચપટા, કુલ કિંમત રૂા.૨,૫૩,૧૬૧/- ૨. મોબાઈલ ફોન ૩ નંગ, કુલ કિંમત રૂા.૧,૧૦,૦૦૦/- ૩.સ્વિફ્ટ કાર રજી. નં. આરજે-૦૪-સીએ-૪૦૦૬, કિંમત રૂા.૫,૦૦,૦૦૦/- કબ્જે લીધેલ છે.
પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના બાડમેર અને જાલોરના રહેવાસી, એક આરોપી હજુ ફરાર છે.પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓ રાજસ્થાન રાજ્યના છે અને આંતરાજ્ય ગેંગ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.પકડાયેલ આરોપીઓમા અનિલ બાબુલાલ કાલુરામ બિશ્નોઈ, ઉ.વ.૨૨, રહે. કુરાડોકી ઢાણી, માળકી, તા. ધોરીમાન, જી. બાડમેર, રાજસ્થાન,ભુપેન્દ્ર ખીમારામ ઠાકરારામજી ગોદારા, બિ‘ોઈ, ઉ.વ.૨૩, રહે. સોનડી, તા. સેડવા, જી. બાડમેર, રાજસ્થાન, દિનેશકુમાર ધમારામ ભાગીરથજી બિશ્નોઈ, ઉ.વ.૨૧, રહે. સરવાળા ગામ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન.પોલીસની તપાસમાં આ કામમાં સંડોવાયેલો અન્ય એક આરોપી અશોકકુમાર પવાર, રહે. સોમરાડી, તા. ધોરીમાના, જી. બાડમેર, હાલ ફરાર છે. તેને ઝડપવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કળણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. ડી.કે. પટેલ, એ.એસ.આઇ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો.હેડ કોન્સ. ભાનુભાઈ ઓડેદરા અને પો.કોન્સ. રાજુભાઈ કટારા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
