<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

જૂનાગઢ જીનિયસ સ્કૂલનો ડંકો : કરાટે ચેમ્પિયનશીપમાં ઐતિહાસિક જીત

મેનેજીંગ ડિરેક્ટર ડૉ. હાર્દિક રામાણીએ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા

જૂનાગઢ : સોમનાથ ખાતે યોજાયેલ 15મી ગુજરાત રાજ્ય વાડો કાઇ કરાટે ચેમ્પિયનશીપ 2026માં જીનિયસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ અદભૂત પ્રદર્શન કરીને શાળાનું નામ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 570 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જીનિયસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્ય દર્શાવતા કુલ 6 વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં વિજેતા બની મેડલ પ્રાપ્ત કર્યા હતા. ખાસ નોંધનીય વાત એ છે કે, એક જ સ્કૂલમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ મેડલ જીતનાર તરીકે જીનિયસ પબ્લિક સ્કૂલે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
આ પ્રસંગે ગુજરાતભરના કરાટે કોચ, વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વિજેતા વિદ્યાર્થીઓનું શાળા પર સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીનિયસ પબ્લિક સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટર ડૉ. હાર્દિક રામાણીએ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સિદ્ધિ શાળાની રમતગમત સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ સર્વાંગી વિકાસ તરફની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

(8:11 PM IST)