તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
દિવાળીની રજાઓમાં જૂનાગઢ-ગિરનાર પર્વત-રોપ-વે -ગિરનાર જંગલ પ્રવાસીઓની પહેલી પસંદ : પ્રકૃતિ અને પરમેશ્વરના અદભૂત સંગમ એવા ગિરનાર પર ભારે ધસારો
દિવાળી વેકેશનમાં ગિરનાર પર યાત્રાળુઓ અને પ્રવાસીઓનો જમાવડો, રોપ-વે થી લઈને પગથિયા સુધી લાંબી કતારો : મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ જૂનાગઢ તરફ ઉમટી પડ્યા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૯ દિવાળીની રજાઓમાં જૂનાગઢ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે, પ્રકૃતિ અને પરમેશ્વરના અદભૂત સંગમ એવા ગિરનાર પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવાર બાદ શાળા-કોલેજોમાં વેકેશન પડતા જ ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ જૂનાગઢ તરફ ઉમટી પડ્યા છે, ખાસ કરીને ગિરનાર પર્વત પર દર્શન અને પ્રવાસ માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો સિંહ દર્શન કરી રહ્યા છે.
સવારથી જ ગિરનારના પગથિયા, રોપ-વે સ્ટેશન અને અંબાજી, ગોરખનાથ, દત્તાત્રેય મંદિર તરફ જતા માર્ગો પર ભક્તોની લાંબી કતારો લાગી છે, ગિરનારની હરિયાળી, ઠંડો પવન અને પૌરાણિક મંદિરોના દર્શનનો લાભ લેવા લોકો પરિવાર સાથે ઉમટ્યા છે.
દિવાળી વેકેશનને લઈને જૂનાગઢના હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસ પણ ફુલ થઈ ગયા છે, તો બીજી તરફ સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે, તંત્ર દ્વારા પણ ભીડને પહોંચી વળવા પોલીસ બંદોબસ્ત, પાર્કિંગ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, એકંદરે આ દિવાળી વેકેશનમાં ગિરનાર ફરી એકવાર પ્રવાસીઓની પહેલી પસંદ સાબિત થયું છે.(તસવીર:મુકેશ વાઘેલા-જુનાગઢ)
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
