<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

વસ્તી ગણતરીની કામગીરીમાં મહાનગર પાલિકા જૂનાગઢનો મોટો છબરડો

ગણતરીદાર અને સુપરવાઈઝરના કરવામાં આવેલ આદેશમાં ઘણા ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકોના આદેશ કરાયો : જુઓ યાદી

આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલ વસ્તી ગણતરી ૨૦૨૭ ની શરૂઆતમાં જ મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા મોટો છબરડો કરવામાં આવ્યો છે, વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામકના પત્રના મુદ્દા ૨ માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે સદર કામગીરી માટે માત્ર સરકારી કર્મચારીઓને જ કામગીરી સોંપવાની રહેશે, પરંતુ મહાનગર પાલિકા જૂનાગઢ દ્વારા ગણતરીદાર અને સુપરવાઈઝરના કરવામાં આવેલ આદેશમાં ઘણા ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકોના આદેશ કરવામાં આવેલ છે જે ખરેખર અયોગ્ય છે, ખાનગી કર્મચારી ગમે ત્યારે નોકરી છોડી શકે છે તેમજ તેના દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં ન આવે તો એના માટે જવાબદાર કોણ રહેશે? શરૂઆતના તબ્બકે જ મહાનગરપાલિકાના અધિકારી દ્વારા આ રીતે છબરડો જોવા મળેલ છે તો સંપૂર્ણ વસ્તી ગણતરી નિર્વિઘ્ને સંતોષકારક રીતે પૂર્ણ થશે?

(10:45 PM IST)