News of Wednesday, 4th November 2026
જૂનાગઢ નરસિંહ મહેતા સરોવર રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

જૂનાગઢઃ તા.૪, મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ ડી. પોશીયાના સૂચન અન્વયે નરસિંહ મહેતા સરોવર ખાતે શહેરીજનો પ્રાકળતિક અને આહલાદક વાતાવરણમાં આનંદ માણી શકે તે હેતુથી તેમજ પ્રવાસીઓની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં જુનાગઢ આવતી હોવાથી આગામી તા.૦૭/૧૧/૨૦૨૬ થી તા.૧૫/૧૧/૨૦૨૬ સુધી દિવાળીના તહેવાર નિમિતે નરસિંહ મહેતા સરોવર રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રાખવાની ભેટ આપવામાં આવી છે.તેમજ તા.૦૯/૧૧/૨૦૨૬ ના રોજ રાબેતા મુજબ મેઈન્ટેનન્સ માટે નરસિંહ મહેતા સરોવર બંધ રહેશે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
