<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

જૂનાગઢ પોલીસે રવની ગેંગના શખ્‍સોની ૨.૯૬ કરોડની મિલ્‍કત જપ્‍ત કરી

જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરિક્ષક રાજેન્‍દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શનમાં કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૮: જૂનાગઢ પોલીસ દ્વારા કુખ્‍યાખ રવની ગેંગ સામે ગુજસીટોક એકટ હેઠળ ગેરકાયદેસર ની મિલ્‍કતો જપ્‍ત કરવાની કાર્યવાહી કરાઇ છે.

જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજેન્‍દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેર-કાયદેસર અસામાજીક  ઇસમો દ્વારા કરવામાં આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક, આઇ.સી કેશોદ વિભાગ, કેશોદ શ્રિ હિતેષ ધાંધલ્‍યા, તથા પોલીસ ઇન્‍સ શ્રી. એમ.ડી. ચોૈધરી, કેશોદ પો. સ્‍ટે. તથા વુ. પો. સબ.ઇન્‍સ. શ્રી ડી.સી. માઢક વંથલી પો. સ્‍ટટે. તથા એ.એસ.આઇ. યોગેશભાઇ કેશવાલા, પોલીસ હેડ કોન્‍સ. દેવેન્‍દ્રસિંહ જયેન્‍દ્રસિંહ ચુડાસમા તથા પો. કોન્‍સ. દિનેશભાઇ, લખમણભાઇ તેમજ કેશોદ અને વંથલી પોલીસ સ્‍ટેશનના પોલીસ સ્‍ટાફ વિગેરેનાઓ સાથે રહી આ કામગીરી કરેલ છે.

પોલીસ રહીમ ઉર્ફે ખુરી ઇસ્‍માઇલભાઇ ઉર્ફે ઇસાભાઇ સાંધ (ગામેતી) હનીફ ઉર્ફે હનો ઇસ્‍માઇભાઇ સાંધ, અમીન ઇસ્‍માઇલ ભાઇ સાંધ ભાવિન ઉર્ફે કાનો મનસુખભાઇ  પાડલીયા (ઝાપોદડ) બોદુ અબુભાઇ પલેજા (સોનારડી) સામે કાર્યવાહી કરીને તેની ખેતીની જમીન જે આશરે કુલ-૧૨૩ વિદ્યા તથા બેંકમાં રાખવામાં આવેલ ફિકસ ડીપોઝીટ તથા વાહનો કુલ-૦૫ જેમાં જે.સી.બી. બુલેટ તથા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ  વિગેરે મળી કુલ કિ. રૂા.૨,૯૬,૪૮, ૧૬૭/-ની સ્‍થાવરઈજગમ મિલ્‍કત રાજય સરકારશ્રીના હુકમ મુજબ ટાંચમાં (જપ્‍ત) કરવામાં આવેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:03 PM IST)