તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
જુનાગઢ : પુનિત શીલુનું ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે પ્રધાન આચાર્ય તરીકે નિમણૂક

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૪: અમદાવાદના સોલા ખાતે આવેલી પૂજ્ય કળષ્ણશંકર દાદા સ્થાપિત ભાગવત વિદ્યાપીઠમાં વિદ્વાન અને ગુણવાન પુનિતભાઈ શીલુની પ્રધાન આચાર્ય તરીકે નિમણૂક થતાં ગુજરાત સંસ્કળત જગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની આ નિમણૂકને સમાજ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે આવકારવામાં આવી રહી છે. પુનિતભાઈ શીલુને નવી જવાબદારી અને કાર્યસિદ્ધિ આ મહત્વપૂર્ણ શરૂઆત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
‘‘પૂજ્ય કળષ્ણશંકર દાદા દ્વારા સ્થાપિત ભાગવત વિદ્યાપીઠ વર્ષોથી ભારતીય સંસ્કળતિ, ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક જ્ઞાનના સંવર્ધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ સંસ્થામાં સનાતન મૂલ્યોને વધુ મજબૂત અને સંસ્કળતિની સેવામાં યોગદાન આપી રહ્યા છે.'' પુનિતભાઈ શીલુના માર્ગદર્શન અને કાર્યશૈલીથી ભાગવત વિદ્યાપીઠની શૈક્ષણિક તથા આધ્યાત્મિક પ્રવળત્તિઓને નવી દિશા અને વેગ મળશે તેવો આશા વ્યક્ત કરવામાં આવી છે. તેમના નેતળત્વ હેઠળ વિદ્યાપીઠ ઉત્તરોત્તર પ્રગતિ કરે, વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરે અને ભારતીય સંસ્કળતિ તથા સનાતન ધર્મના મૂલ્યોનું સંવર્ધન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ‘‘સમસ્ત સંસ્કળત પ્રેમી સારસ્વતો,ગુરૂજનો અને સગા સંબંધીઓ દ્વારા પુનિતભાઈ શીલુને અભિનંદન પાઠવી તેમના ભવિષ્ય અને સફળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.'' (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
