<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

જૂનાગઢ રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પોરબંદર એલસીબીનો દરોડો : ગોરસર ટોલનાકા પાસે પવનચક્કી નજીક જાહેરમાં જુગાર રમતા નાગાજણ પરમાર, ભરત પરમાર અને નીલેશ ખુંટી સહિત ૮ શખ્સો રૂ. ૧.૦૪ લાખની રોકડ સાથે ઝડપાયા

એલસીબી આઈ/સી પીઆઈ આર.કે.કાંબરીયાના નેજા હેઠળ હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણની બાતમીથી કાર્યવાહી : રામ ઉકાભાઈ પરમાર, રામ આત્યાભાઈ ખુંટી, પુંજા પરમાર, જખરા પરમાર અને ભરત ઉર્ફે બોરીચા ખુંટી સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.P.S.) દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે આપેલી કડક સૂચનાઓના અનુસંધાને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ને મોટી સફળતા સાંપડી છે. એલસીબીના આઈ/સી પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરસર ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

 

પેટ્રોલીંગ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને મળેલ ચોક્કસ હકીકત અને બાતમીના આધારે પોલીસે ગોરસર ટોલનાકા સામે પવનચક્કી પાસે જાહેરમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા આઠ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના ૫૨ પાના, રોકડા રૂપિયા ૧,૦૪,૬૦૦/- તથા એક ચાર્જિંગ લેમ્પ મળી કુલ રૂપિયા ૧,૦૪,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે માધવપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજિસ્ટર (ગુ.ર.નં. B-11218017260296/૨૦૨૬) કરવામાં આવ્યો છે.

 

 પકડાયેલા આરોપીઓની વિગત:

૧. નાગાજણ રામભાઈ પરમાર (ઉ.વ.૩૨, રહે. મંડેર ગામ, શંકર મંદિર પાસે, તા.જી. પોરબંદર)

૨. ભરત કારાભાઈ પરમાર (ઉ.વ.૨૮, રહે. ગોરસર ગામ, હોળી જાપા પાસે, તા.જી. પોરબંદર)

૩. નીલેશ નાગાજણભાઈ ખુંટી (ઉ.વ.૨૩, રહે. માધવપુર ગામ, ગણેશજારા વિસ્તાર, તા.જી. પોરબંદર)

૪. રામ ઉકાભાઈ પરમાર (ઉ.વ.૬૫, રહે. ગોરસર ગામ, પંચાયત ઓફિસ પાસે, તા.જી. પોરબંદર)

૫. રામ આત્યાભાઈ ખુંટી (ઉ.વ.૪૫, રહે. ગોરસર ગામ, તળાવ પાસે, તા.જી. પોરબંદર)

૬. પુંજા ભીખાભાઈ પરમાર (ઉ.વ.૩૭, રહે. પાતા ગામ, કડછા ફળિયું, તા.જી. પોરબંદર)

૭. જખરા વિરમભાઈ પરમાર (ઉ.વ.૪૨, રહે. મંડેર ગામ, કડછ રોડ પર, તા.જી. પોરબંદર)

૮. ભરત ઉર્ફે બોરીચા પોપટભાઈ ખુંટી (ઉ.વ.૩૨, રહે. મંડેર ગામ, મેર શેરી, વાછરાડાડાના મંદિર પાસે, તા.જી. પોરબંદર)

 

 જપ્ત કરાયેલ મુદ્દામાલ:

 રોકડ રકમ: રૂ. ૧,૦૪,૬૦૦/-

 ગંજીપત્તાના પાના: નંગ ૫૨

 ચાર્જિંગ લેમ્પ: નંગ ૦૧

 કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૧,૦૪,૬૦૦/-

 

 કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ:

આ સફળ કામગીરીમાં એલસીબી આઈ/સી પીઆઈ આર.કે.કાંબરીયા ઉપરાંત એએસઆઈ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઉદયભાઈ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તેમજ હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર અને કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઈવર કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા જોડાયા હતા.

(1:47 PM IST)