તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ગધેથડના શ્રીગાયત્રી મંદિરના દર્શને જુનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાઃ વિશ્વવંદનીય સંત પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી
પૂજ્ય લાલબાપુ ના દર્શનથી અલૌકિક આનંદ મળે છે ઊર્જાનો સંચાર થાય છે તેથી અહીં અવારનવાર આવવાનું મન થાય છેઃ DIG ચુડાસમા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૭: તા. ૬ના સોમવારે ગઈકાલે સાંજે જુનાગઢ રેન્જ આઇ.જી શ્રી રાજેન્દ્રસિંહજી ચુડાસમા ગધેથડના ખ્યાતનામ ગાયત્રી મંદિરના દર્શને પધારી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરના વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી લાલબાપુ તથા રાજુ ભગતના આશીર્વાદ લીધા હતા આ ઙ્કસંગે સ્થાનિક પત્રકારોને ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવેલ કે પૂજ્ય લાલબાપુ ના દર્શને હું અવારનવાર આવું છું પૂજ્ય લાલબાપુ એક પરોપકારી સંત છે તેમના દર્શન કરવાથી અલૌકિક આનંદ મળે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે તેને કારણે અહીં અવારનવાર આવવાનું મન થાય છે આ પ્રસંગે ચુડાસમા સાહેબ સાથે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન અને ભાયાવદર ના સેવાભાવી ક્ષત્રિય આગેવાન તથા સમાજના કાર્યદક્ષ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા ભાલ વિસ્તાર માંથી ગુજરાત ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા પૂર્વ પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા પરાક્રમસિંહ ચુડાસમા અનિરૂધ્ધસિંહ ચુડાસમા દિલીપસિંહ વાઘેલા સહિત વિક્રમસિંહ ચુડાસમા જયેન્દ્રસિંહ ચુડાસમા વિગેરે આગેવાનોએ પણ માતાજીના દર્શન કરી પૂજ્ય લાલબાપુ અને પૂજ્ય રાજુ ભગત ના આશીર્વાદ લીધા હતા. (તસવીરઃ ભોલુ રાઠોડ -ઉપલેટા)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
