News of Wednesday, 29th July 2026
જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ સંચાલિત મહિલા આશ્રય સ્થાન જુનાગઢની મુલાકાતે મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશી
આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા,ગીરાબેન જોષી, નિશાબેન ધાંધલ,જયશ્રીબેન ગોહિલ ઉપસ્થિત : સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ વાજાની આગેવાનીમા થતા વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯ :
સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત મહિલા આશ્રય સ્થાન ,સુખના ચોક ખાતે આજ તા.૨૮/૭/૨૬ ના રોજ મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશી આવ્યા હતા આ તકે આસિસ્ટન્ટ કમિશનર જયેશભાઈ વાજા, ગીરાબેન જોષી, નિશાબેન ધાંધલ, જયશ્રીબેન ગોહિલ, વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા આશ્રય સ્થાનના લાભાર્થી બહેનો દ્વારા ગૃહ ઉદ્યોગમાં રાખડી, તોરણ, પગલુછણીયા, બનાવવા તેમજ આ મંડળ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતી દરિદ્રનારાયણ ભોજન સેવાયજ્ઞ માં હોસ્પિટલના દર્દીઓના સગા સંબંધીઓ માટે દરરોજ ભોજન અર્થે આ બહેનો દ્વારા ૧૫૦ જેટલી રોટલી બનાવવા માં આવે છે .તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરી આ બહેનો મહેનતાણું પણ મેળવી રહી છે .
આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જુનાગઢ કમિશનર પ્રભવ જોષી દ્વારા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય કાર્યો કરતા સંસ્થા ના પ્રમુખ મનસુખભાઈ વાજા ની પ્રવૃત્તિને વિશેષ બિરદાવવામાં આવી હતી.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
