<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

જૂનાગઢના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ એસ.આર.ઓડેદરા ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની શુભેચ્છા મુલાકાતે

એસ. આર. ઓડેદરાએ બેન્કની વણથંભી વિકાસયાત્રા, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સહકારી ક્ષેત્રમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકા બદલ બેન્કના ચેરમેન, ડિરેક્ટર મંડળ, અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો બદલ શુભકામનાઓ પાઠવી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૯ :  જૂનાગઢના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ  એસ. આર. ઓડેદરા ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક લિ. ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે બેન્કના પથદર્શક ડોલરભાઈ કોટેચા દ્વારા એસ.પી.નું પુષ્પગુચ્છ અર્પણ કરી, શાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન બેન્કની સ્થાપના પછીથી આજદિન સુધીની વિકાસયાત્રા, ગ્રાહકલક્ષી સેવાઓ, આધુનિક બેન્કિંગ સુવિધાઓ, સહકારી ક્ષેત્રમાં બેન્કના નોંધપાત્ર યોગદાન તેમજ ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેન્ક દ્વારા પારદર્શિતા, વિશ્વસનીયતા અને સેવાભાવી અભિગમ સાથે સતત પ્રગતિના નવા સોપાનો સર કરવામાં આવી રહ્યા છે, તેની રૂપરેખાથી એસ.પી.એસ. આર. ઓડેદરા પ્રભાવિત થયા હતા.

 એસ. આર. ઓડેદરાએ બેન્કની વણથંભી વિકાસયાત્રા, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સહકારી ક્ષેત્રમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે બેન્કના ચેરમેનશ્રી, ડિરેક્ટર મંડળ, અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોને અભિનંદન પાઠવતાં ભવિષ્યમાં પણ બેન્ક ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:14 PM IST)