તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
જૂનાગઢના યુવાન સાથે ૧ કરોડની છેતરપિંડી
જમીનનો દસ્તાવેજ નહીં કરી આપી રૃપિયા પરત ન આપ્યાની ૩ સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨ : જૂનાગઢના યુવાનને જમીનનો દસ્તાવેજ નહીં કરી આપી મહિલા સહિત ત્રણ શખ્સોએ ૧ કરોડની છેતરપિંડી કરી રૃપિયા પરત નહીં કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે જાણવા મળેલી વિગતો એવી છે કે જૂનાગઢમાં ગોધાવાવની પાટી વિસ્તારમાં રહેતા પ્રદિપભાઇ માલદેભાઇ દિવરાણીયા ઉવ.૪૩ સાથે અમદાવાદ રહેતા મૂળ બિલખાના નિર્મળકુમાર પુંજાભાઇ વાળા, ઉર્મીલાબેન વાળા અને રાજેશ્વરીબેન બસીયાએ બિલખા પાસેના ભલગામમાં આવેલ સર્વે ૧૮૨ની વાડીની જમીનનો સોદો કર્યો હતો. સોદા પૈકી પ્રદીપભાઈ પાસેથી કૂલ રૃ. ૧,૦૧,૫૧,૦૦૦ પડાવી લીધા હતા અને આજદિન સુધી જમીનને ટાઇટલ કલીયર કરવામાં અવાર નવાર વાંધા ઉભા કરી અને જમીન ટાઇટલ કલીયર થતા તેમજ જમીન વેચવાની મંજુરી આવી ગયેલ હોવા છતા નિર્મળકુમાર વાળાએ દસ્તાવેજ કરી આપેલ નહીં. તેમજ સાહેદ ભગીરથભાઇ બસીયા દ્વારા પોતાના ભાગની ૨૨ વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં ઉર્મિલાબેન વાળા અને રાજેશ્વરીબેન બસિયાના હક્ક જતા કરવાના સોગંધનામા આધારે ખોટી વાંધા અરજી કલેકટરશ્રીની કચેરીમાં કરી નોંધ રદ કરાવી નાખી હતી અને જમીનનો દસ્તાવેજ થવા દિધેલ નથી, દસ્તાવેજ કરી આપેલ નથી એટલું જ નહીં રૃપીયા પણ પરત નહીં આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગઈકાલે પ્રદીપભાઈ એ કરતા બીલખા પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીઆઇ એન. એન. ચુડાસમા ચલાવી રહ્યા છે. (રર.૪)
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
