News of Friday, 20th November 2026
જૂનાગઢની ગરવી ગિરનાર પરિક્રમાની બસો વર્ષ જૂની અને વર્ષોથી બંધ પડેલી પ્રાચીન પૂજનવિધિની પરંપરાને પુનઃ જીવંત કરાઈ
હરિદાસ બાપુના પાવન સાનિધ્યમાં સરકડીયા ધામ ખાતે શાલિગ્રામ ઠાકોરજીની ભવ્ય મહાપૂજાનું ઐતિહાસિક ધાર્મિક આયોજન સંપન્ન

જૂનાગઢની ગરવી ગિરનાર પરિક્રમાની બસો વર્ષ જૂની અને વર્ષોથી બંધ પડેલી પ્રાચીન પૂજનવિધિની પરંપરાને પુનઃ જીવંત કરવામાં આવી છે. હરિદાસ બાપુના પાવન સાનિધ્યમાં સરકડીયા ધામ ખાતે શાલિગ્રામ ઠાકોરજીની ભવ્ય મહાપૂજાનું ઐતિહાસિક ધાર્મિક આયોજન સંપન્ન થયું હતું, જેનાથી જૂનાગઢની સમૃદ્ધ ધાર્મિક પરંપરામાં એક નવો અધ્યાય શરૂ થયો છે. આ ભક્તિમય અવસરે સરકડીયા ધામ ખાતે રામાયણ, સત્યનારાયણ કથા અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વર્ષો બાદ ફરી શરૂ થયેલી આ પ્રાચીન પરંપરાના દર્શન અને લાભ લેવા માટે ગુજરાત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો સહિત શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા હતા.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
