હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દ્વારકાધીશ મંદિરમાં કાલે જ્યેષ્ઠાભિષેક અને જલયાત્રા ઉત્સવની ભવ્ય ઉજવણી
રવિવારે ચૌદશના દિવસે ભગવાનને ખુલ્લા પડદે તાાન કરાવાશેઃ દર્શનના સમયમાં કરાયો ફેરફાર : વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર કાર્યક્રમઃ કાલે સાંજે ૫ થી ૯:૩૦ સુધી જલયાત્રા ઉત્સવ યોજાશે જ્યારે સોમવારે પૂનમના રોજ સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે

(દીપેશ સામાણી દ્વારા) દ્વારકા, તા. ર૭: દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી દ્વારકાધીશ મંદિરની વહીવટદાર કચેરી દ્વારા જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. આ માહિતી મુજબ, આગામી તારીખ ૨૮/૦૬/૨૦૨૬ ને રવિવારના રોજ જેઠ સુદ-૧૪ ચૌદશ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં જ્યેષ્ઠાભિષેક તથા જલયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉત્સવને અનુલક્ષીને મંદિરમાં દર્શનના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ર્ંરવિવાર, તા. ૨૮/૦૬/૨૦૨૬ નો દર્શનનો કાર્યક્રમઃ સવારે ૦૬:૩૦ વાગ્યે મંગલા આરતી થશે. સવારે ૦૬:૩૦ થી ૦૮:૦૦ સુધી મંગલા દર્શન માટે સમય ફાળવવામાં આવ્યો છે. સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ સુધી ભગવાનને ખુલ્લા પડદે તાાન કરાવવામાં આવશે. સવારના અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ ચાલુ રહેશે. બપોરે ૦૧:૦૦ થી ૦૫:૦૦ સુધી અનોસર રહેશે એટલે કે દર્શન બંધ રાખવામાં આવશે. સાંજે ૦૫:૦૦ વાગ્યે ઉત્થાપન દર્શન ખુલશે. સાંજે ૦૫:૦૦ થી ૦૯:૩૦ સુધી જલયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અન્ય ક્રમ નિત્ય ક્રમ મુજબ ચાલુ રહેશે. રાત્રે ૦૯:૩૦ વાગ્યે અનોસર થતાં દર્શન બંધ થશે. સોમવાર, તા. ૨૯/૦૬/૨૦૨૬ પૂનમ નો કાર્યક્રમઃ: સવારે ૦૬:૦૦ વાગ્યે મંગલા આરતી થશે.આ દિવસે સવાર તથા સાંજના અન્ય તમામ ક્રમ નિત્ય ક્રમ મુજબ જાળવી રાખવામાં આવશે.
દર્શનાર્થીઓ દ્વારકાધીશ મંદિરના ઓફિશિયલ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ દર્શનનો લાભ લઈ શકે તે હેતુથી કચેરી દ્વારા આપેલ QR CODE સ્કેન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સત્તાવાર જાહેર વિજ્ઞપ્તિ દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને નાયબ કલેકટર હિમાંશુભાઈ ચૌહાણ દ્વારા ઇ-સાઇન મારફતે તારીખ ૨૬-૦૬-૨૦૨૬ ના રોજ મંજૂર કરીને બહાર પાડવામાં આવી છે.
આ કાર્યક્રમની જાણ અને યોગ્ય વ્યવસ્થાપન માટે દેવભૂમિ દ્વારકા ખંભાળીયા ના માનનીય કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષકને નકલ સવિનય રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત, દ્વારકાના મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી, મંદિર સુરક્ષાના ડીવાયએસપી, દ્વારકાધીશ મંદિરના પુજારી પ્રતિનિધિ તથા વારાદાર પુજારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર, શારદાપીઠના વ્યવસ્થાપક અને બેટ દ્વારકા દેવસ્થાન સમિતિના વ્યવસ્થાપકને પણ જાણ થવા સારું નકલ મોકલવામાં આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
