તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 3rd August 2026
કાલાવડ ગ્રામ્ય પોલીસે નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યોઃ ૩ વર્ષથી ફરાર આરોપી જામનગર જેલ હવાલે
જામનગરના ક્રિમીનલ કેસમાં વોન્ટેડ હતો નીતિન દોમડીયાઃ પોલીસની સચોટ હકીકતના આધારે પકડી પાડ્યો

(સચિન આશરા દ્વારા)કાલાવડ તા.૩: કાલાવડ ગ્રામ્ય પોલીસે સજા વોરંટના કામે છેલ્લા ૩ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક નીલિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિમોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જામ.ગ્રામ્ય વિભાગ પીયુષ વાંદાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા કાલાવડ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી.આંબલીયાના માર્ગદર્શનમાં પોલીસ ટીમ કામગીરીમાં હતી.
દરમિયાન ૧૦મા એડી.ચીફ જ્યુડિ.મેજિ.સાહેબ જામનગરના ક્રિમીનલ કેસ નંબર.૮૦૪૨/૨૦૨૨ ના કામે આરોપી નીતિન ગોરધનભાઈ દોમડીયાઉ.વ.૩૮, રહે. પીઠડીયા-૦૨ ગામ તા.કાલાવડ જિ.જામનગરવાળાને સજા વોરંટ બજવણી માટે શોધવામાં આવી રહ્યો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી સજાના બજવણીના હુકમથી નાશતો ફરતો હતો.
પો.હેડ.કો.નિતેશભાઈ ચૈયા અને પો.કો.હાર્દિકપરી ગોસાઈને મળેલ સચોટ હકીકતના આધારે આરોપીને પકડી પાડી જામનગર જિલ્લા જેલ ખાતે જમા કરવા માટે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામગીરી P.I. એન.વી. આંબલીયા, H.C.નિતેશભાઈ ચૈયા, H.C.મહેશભાઈ ચાવડા, P.C હાર્દિકપરી ગોસાઈ અને P.C ગોપાલસિહ જાડેજાએ કરી છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
